________________
08જી અનુપ્રેક્ષા (ભાવના)
સાંસારિક વસ્તુઓ અને વ્યકિતઓની અસલિયતને ન સમજવાને કારણે જીવ તેમના મોહમાં પડી જાય છે અને તેમનામાં આસક્ત થઈ જાય છે. તેની આ આસક્તિ જ તેના બંધનનું મૂળ કારણ છે. જ્યાં સુધી જીવમાં સંસાર પ્રતિ અનાસક્તિ કે વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થતી નથી, ત્યાં સુધી સંસારથી તેનો છુટકારો પામવો સંભવ નથી. એટલા માટે જૈન ધર્મમાં સંસારની વાસ્તવિકતાને સમજાવીને તેનું વારંવાર સ્મરણ અને ચિંતન કરતા રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ પ્રકારના સ્મરણ અને ચિંતનથી જીવમાં સંસાર પ્રતિ અનાસક્તિ અને વૈરાગ્યની ભાવના વિકસિત થાય છે અને સમત્વ-ભાવ ઉત્પન્ન થાય છે. આ ભાવના મોક્ષ-પ્રાપ્તિ માટે અત્યંત સહાયક સિદ્ધ થાય છે. સંસાર અને એના પદાર્થોની અસલિયત વિશે વારંવાર ચિંતન કરવાને જ જૈન ધર્મમાં અનુપ્રેક્ષા' (અનુકવારંવાર; પ્રેક્ષા–ધ્યાનથી જોવું કે ગહનતાથી વિચાર કરવો) અથવા “ભાવના” (વારંવાર ચિંતન કરવું) કહેવામાં આવ્યું છે. તત્ત્વાધિગમ સૂત્રમાં એને આ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છેઃ
(તત્ત્વનું) પુનઃ પુનઃ ચિંતન કરવું અનુપ્રેક્ષા (ભાવના) છે.'
વૈરાગ્ય વધારનારી ભાવનાઓ જૈન ગ્રંથોમાં વૈરાગ્યની વૃદ્ધિ માટે બાર પ્રકારની અનુપ્રેક્ષાઓનો ઉલ્લેખ જોવા મળે છે. એમને બાર વૈરાગ્ય ભાવનાઓ પણ કહે છે. એમના નામ છેઃ 1. અનિત્ય ભાવના 2. અશરણ ભાવના 3. સંસાર ભાવના 4. એકત્વ ભાવના 5. અન્યત્વ ભાવના 6. અશુચિ ભાવના 7. આસ્રવ ભાવના 8. સંવર ભાવના
234