________________
235
અનુપ્રેક્ષા (ભાવના) 9. નિર્જરા ભાવના 10. લોક ભાવના 1. બોધિ-દુર્લભ ભાવના અને 12. ધર્મ ભાવના. પોતાની સાધનામાં દઢ થવા માટે એમને સારી રીતે સમજી લેવી આવશ્ક છે. આપણે અહીં એક-એક કરીને એમના પર વિચાર કરીશું.
1. અનિત્ય ભાવના આ સંસાર અને એના પદાર્થોને જે રૂપમાં આપણે પોતાના મન અને ઈન્દ્રિયો દ્વારા અનુભવ કરીએ છીએ, તે તેમનું વાસ્તવિક રૂપ નથી. જયાં સુધી આપણને પારમાર્થિક જ્ઞાન થતું નથી, ત્યાં સુધી આપણે સાંસારિક જ્ઞાન આપણને ભ્રમમાં જ રાખે છે. ધન-દોલત, માન-પ્રતિષ્ઠા, સુંદરતા અને દુનિયાની ચમકદમક વગેરે જે વિષયોને સ્થાયી સમજીને આપણે તેમની પાછળ દોડતા રહીએ છીએ, તેઓ સ્થાયી નથી. જે શરીરને આપણે મોહક અને આકર્ષક સમજીને તેને મળવા કે લપેટાવાને માટે વ્યગ્ર રહીએ છીએ, તે કેવળ હાડ-માંસનું એક પૂતળું છે, જે ચિતામાં બળીને ભસ્મ થઈ જાય છે. પરંતુ આપણા ઉપર અજ્ઞાનજનિત મોહનો એટલો મોટો પડદો પડ્યો છે કે આપણે આ અનિત્ય અને અસાર સંસારને નિત્ય અને સાચો માનીને એમાં આસક્ત થઈ જઈએ છીએ. સંસારની અનિત્ય અને જૂઠી વસ્તુઓના લોભમાં પડીને આપણે અનેક પ્રકારનાં ભલાંબૂરા કર્મો કરીએ છીએ, જેમના ફળસ્વરૂપે આપણને આવાગમનના ચક્રમાં પડીને ઘોર દુઃખ ભોગવવું પડે છે. એવી સ્થિતિથી બચવા માટે જૈન ગ્રંથોમાં અનેક પ્રકારે સંસારની અનિત્યતા અને અસારતા દર્શાવીને તેનું વારંવાર ચિંતન કરતા રહેવા પર ભાર આપવામાં આવ્યો છે. આપણે જે પ્રમાણેનું ચિંતન વારંવાર કરીએ છીએ, તેના અનુસાર જ આપણી ચિત્તવૃત્ત ઢળી જાય છે. જ્યારે સંસારની અનિત્યતા અને અસારતાની ભાવના આપણા હૃદયમાં ઘર કરી લે છે, ત્યારે આપણે સંસારથી ઉદાસીન કે અનાસક્ત થઈ જઈએ છીએ અને દૃઢ વિશ્વાસની સાથે મોક્ષમાર્ગમાં સહજ રીતે આગળ વધતા જઈએ છીએ.
સંસારનો અર્થ જ છે સંસરણ કે ગમન કરનાર. અર્થાત્ જે ચલાયમાન છે કે જેમાં સદા પરિવર્તન કે બદલાવ થતો રહે છે, તેને જ સંસાર કહે છે. અહીં એકમાત્ર પરમાત્માસ્વરૂપ આત્મા જ નિત્ય છે, જે વાસ્તવમાં સંસારથી પર અને તેનાથી ભિન્ન છે. સંસારમાં જે કંઈ ઉત્પન્ન થાય છે, તે અવશ્ય જ નષ્ટ