________________
જૈન ધર્મઃ સાર સંદેશ
થાય છે. પરંતુ મોહવશ આપણે અનિત્ય અને નશ્વર પદાર્થોને નિત્ય કે સ્થાયી સમજીને તેમનામાં આસક્ત થઈ જઈએ છીએ અને પોતાની આ નાસમજીના કારણે જન્મ-મરણના ચક્રમાં પડીને દુઃખ ભોગવતા રહીએ છીએ. એટલા માટે જૈનગ્રંથોમાં વારંવાર સંસાર અને સાંસારિક પદાર્થોની અનિત્યતાની તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે અને નિત્ય પદાર્થ (પરમાત્મ-તત્ત્વ)ને જાણવા માટે ધ્યાન દ્વારા પરમાર્થ બુદ્ધિ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે, જેવું કે ચાણસાર (જ્ઞાનસાર)માં કહેવામાં આવ્યું છેઃ
236
વીજળી જળ પરપોટાવત પ્યારા, જોબન જીવન તન ધન બધા। એવા સર્વ અસ્થિર પિછાણ, પરમ ધ્યાનને કરો પ્રમાણ।।
વીજળી અથવા જળ પરપોટા સમાન જીવન, યૌવન, ધન-ધાન્ય બધું અસ્થિર (અનિત્ય) છે. આ પ્રમાણે પરમાર્થ બુદ્ધિથી જાણો.
જિન-વાણીમાં પણ સંસાર અને એના બધા પદાર્થોને અનિત્ય અને ક્ષણભંગુર બતાવતાં કહેવામાં આવ્યું છેઃ
જે કંઈ ઉત્પન્ન થયું છે તેનો નિયમથી નાશ થાય છે. પરિણમન (બદલાતું રહેનારું) સ્વરૂપ હોવાથી કંઈ પણ શાશ્વત (નિત્ય) નથી.
જન્મમરણ સાથે છે, યૌવન જરા સાથે છે, લક્ષ્મી (ધનદોલત) વિનાશ સાથે છે, આ પ્રમાણે બધા પદાર્થો ક્ષણભંગુર છે એવું જાણો.
જેવી રીતે નવીન મેઘ તત્કાળ ઉદય થઈને વિનાશ થઈ જાય છે, તે જ પ્રમાણે આ સંસારમાં પરિવાર, બંધુવર્ગ, પુત્ર, સ્ત્રી, ભલા મિત્રો, શરીરનું લાવણ્ય (સુંદરતા), ગૃહ, ગોધન (ઘણી બધી ગાયોની સંપત્તિ) વગેરે સમસ્ત પદાર્થો અસ્થિર છે.3
આચાર્ય કુંથુસાગરજી મહારાજે પણ સંસાર અને તેના પદાર્થોની અનિત્યતા આ શબ્દોમાં વ્યક્ત કરી છેઃ
આ સંસાર જોત-જોતામાં નષ્ટ થઈ જાય છે. માતા, પિતા, ભાઈ, પુત્ર વગેરેનો સંયોગ વીજળીની ચમક સમાન ચંચળ છે, એમના વિયોગનો