________________
દિવ્ય ધ્વનિ
આ જ તીર્થ છે અને આ જ આપના દ્વારા બતાવેલું ધર્મરૂપી તીર્થ, ભવ્યજનોનો સંસારરૂપી સમુદ્રથી પાર થવાનો માર્ગ છે.32
શ્રી કાનજી સ્વામીજી પણ કહે છેઃ
સાચા દેવ, નિગ્રંથ (ગ્રંથિરહિત કે બંધનમુક્ત) ગુરુ અને ત્રિલોકીનાથ પરમાત્માના મુખથી નીકળેલો ધ્વનિ (દિવ્યધ્વનિ) અર્થાત્ આગમસાર આ ત્રણ નિમિત્તો વિના મુક્તિ થતી નથી.33
229
ઉપનિષદોમાં પણ દિવ્યધ્વનિ અથવા અનાહત નાદને મનને વશમાં કરવાનું અચૂક સાધન માનવામાં આવ્યું છે. ઉદાહરણ માટે, નાદબિન્દૂનિયમાં મનને વશમાં કરવાને માટે એને અનાહત નાદમાં લીન કરવાને ઉપદેશ આપતાં કહેવામાં આવ્યું છેઃ
આ મનરૂપી આંતરિક સર્પ અનાહત નાદને ગ્રહણ કરતાં પર તે સોહામણા નાદની ગંધથી બંધાઈને તત્કાળ બધી ચપળતાઓનો પરિત્યાગ કરી દે છે. પછી સંસારને ભૂલીને એ એકાગ્ર થઈ જાય છે અને અહીં-તહીં ક્યાંય દોડતું નથી. વિષયોના વનમાં વિચરનારા મનરૂપી મતવાળા હાથીને વશીભૂત કરવામાં આ નાદરૂપી તીક્ષ્ણ અંકુશ જ સમર્થ હોય છે. આ નાદ મનરૂપી મૃગને બાંધવામાં જાળનું કામ કરે છે. આ મનરૂપી તરંગને રોકવામાં તટનું કામ કરે છે.34
આ જ ઉપનિષદ્ માં ફરી આગળ કહેવામાં આવ્યું છેઃ
જ્યારે નિરંતર નાદનો અભ્યાસ કરવાથી વાસનાઓ પૂરી રીતે ક્ષીણ થઈ જાય છે, ત્યારે મન અને પ્રાણ નિઃસંદેહ રીતે નિરાકાર બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. કોટિ-કોટિ નાદ અને કોટિ-કોટિ બિંદુ બ્રહ્મપ્રણવનાદમાં લીન થઈ જાય છે.35
આ સંબંધમાં નાદબિન્દુપનિષદ અને અમૃતનાદોપનિષદનાં કેટલાંક અવતરણો પહેલાં પણ આ અધ્યાયમાં અપાઈ ચૂક્યાં છે.