________________
228
જૈન ધર્મ સાર સંદેશ મોહરૂપી અંધકારને નષ્ટ કરતો સૂર્યના સમાન સુશોભિત” (મહાપુરાણ 23/69) છે તથા “લોકોનું અજ્ઞાન દૂર કરીને તેમને તત્ત્વનો બોધ કરાવી રહ્યો છે.” (આદિપુરાણ 23/70)
એવા જ વિચારને વ્યક્ત કરતાં ધવલા ટીકામાં આચાર્ય વીરસેન કહે છેઃ
તીર્થકરનો દિવ્યધ્વનિ મધુર, મનોહર, ગંભીર અને વિશદ (શુદ્ધ) ભાષાના અતિશયોથી યુક્ત હોય છે.29
આ જ પ્રમાણે અલંકાર-ચિત્તામણિમાં દિવ્યધ્વનિને “અસીમ સુખપ્રદ”30 બતાવવામાં આવ્યો છે.
આચાર્ય જિનસેને પણ આદિપુરાણમાં કહ્યું છેઃ
હે ભગવન, જેમાં સંસારના સમસ્ત પદાર્થો ભરેલા છે, જે સમસ્ત ભાષાઓનું નિર્દેશન કરે છે, અર્થાત્ જે પોતાની અતિશય અલૌકિક વિશેષતાના કારણે સમસ્ત ભાષાઓના રૂપમાં પરિણમન કરે છે અને જે સ્યાદ્વાદરૂપી અમૃતથી યુક્ત હોવાને કારણે સમસ્ત પ્રાણીઓના હૃદયના અંધકારને નષ્ટ કરે છે – એવો આપનો આ દિવ્યધ્વનિ જ્ઞાનીજનોને શીધ્ર જ તત્ત્વોનો અનુભવ કરાવી દે છે.”
આ બધાં કથનોથી સ્પષ્ટ થઈ જાય છે કે જૈન ધર્મ અનુસાર અમૃત સમાન મધુર અને મનોહર (મનને હરનારો કે વશમાં કરનારો) દિવ્યધ્વનિમાં જ તે અનુપમ આનંદનો રસ છે જે મનને પૂરી રીતે તૃપ્ત કરી દે છે. દિવ્યધ્વનિની પ્રાપ્તિ થતાં મન પોતાની ચંચળતા છોડીને સ્થિર અને એકાગ્ર થઈ જાય છે. દિવ્યધ્વનિ હૃદયને દિવ્યતા પ્રદાન કરે છે, પોતાના પવિત્ર પ્રભાવથી અંતરાત્માના સમસ્ત કલુષ (પાપ)ને ધોઈને તેને નિર્મળ બનાવે છે અને તેને પરમાત્માનું રૂપ આપી દે છે. એટલા માટે દિવ્યધ્વનિને સંસાર-સાગરને પાર કરવાનો માર્ગ કહેવામાં આવે છે. આચાર્ય જિનસેને સ્પષ્ટ કહ્યું છેઃ
હે ભગવન, આપનો આ દિવ્યધ્વનિ અથવા દિવ્યવાણીરૂપી પવિત્ર જળ અમારા લોકોના મનના સમસ્ત મેલને ધોઈ રહ્યું છે. વાસ્તવમાં