________________
227
દિવ્ય ધ્વનિ
સુધી એને સાંસારિક વિષયોથી અધિક ઊંચો અને મીઠો સ્વાદ મળી જતો નથી ત્યાં સુધી એને સંસારમાં ભટકતા રહેવાથી રોકી શકાતું નથી. દિવ્યધ્વનિમાં જ તે અત્યંત મધુર અમૃતનો સ્વાદ છે જેને પામીને મન તૃપ્ત થાય છે. એ તેમાં એ પ્રમાણે મગ્ન થઈ જાય છે કે એને અન્ય કોઈ વિષયની ચાહ રહી જ જતી નથી. એ દિવ્યધ્વનિના મધુર રસમાં પૂરી રીતે લીન થઈ જાય છે. મનને આ પ્રમાણે શાંત અને સ્થિર કરી લેવાથી સાધક સહજ જ ધ્યાનની ગૂઢ અવસ્થાને પ્રાપ્ત કરીને પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરી લે છે.
એટલા માટે રણજીતસિંહ કૂમટ મનની શાંતિને વધારવા અને આત્માની અનુભૂતિનો આનંદ પ્રાપ્ત કરવા માટે દિવ્યધ્વનિ અથવા અંતરનો અવાજ કે શબ્દને સાંભળવાની પ્રેરણા આપે છે. તેઓ કહે છેઃ
દિમાગમાં (અંતરમાં) થઈ રહેલા અવાજને સાંભળો અને તેના દ્રષ્ટા બની જાઓ. એના પર કોઈ નિર્ણય ન લો, ન એને રોકો કે ન એનાથી લડાઈ લડો. શીઘ્ર જ અનુભવ થશે કે શબ્દને ‘‘હું’’ સાંભળી રહ્યો છું. આ “હું”(આત્મા)ની અનુભૂતિ તમારી પોતાની ઉપસ્થિતિની અનુભૂતિ છે અને આ બૌદ્ધિક વાત નથી બલકે બુદ્ધિથી પર ચીજ છે. .. જયારે આપણે વિચારોના દ્રષ્ટા બનીશું તો જોઈશું કે આ શાંત મનની સ્થિતિ જે પહેલાં કેટલીક ક્ષણોની હતી તે વધવા લાગી છે અને ધીરે-ધીરે ગહન પણ થવા લાગી છે. આ જ ‘“સ્વ’” (આત્મા)ની સાથે એકતાની અનુભૂતિ થવા લાગશે. અહીંથી એક અંતરની ખુશી અનુભૂત થશે- સ્વ (આત્મા) સાથે સાક્ષાત્કારની.28
જૈન ગ્રંથોમાં વારંવાર દિવ્યધ્વનિની વિશેષતાઓને બતાવીને તેની અનુપમ મધુરતા, અલૌકિક મનોહરતા (મનને હરનારી અથવા વશમાં કરનારી શક્તિ) તથા મનના મોહરૂપી અંધકારને નષ્ટ કરવા અને પરમતત્ત્વને પ્રકાશિત કરવાના સામર્થ્ય (સમર્થતા)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દિવ્યધ્વનિના સ્વરૂપ પર વિચાર કરતાં એના પૂર્વના શીર્ષકમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે આ દિવ્યધ્વનિ ‘ભવ્ય જનોને આનંદ દેનારો’ (તિલોયપણતી 1/162, 4/902, હરિવંશ પુરાણ 2/113) છે, ‘મનમાં સ્થિત