________________
226
જૈન ધર્મ સાર સંદેશ પ્રશ્ન- વીતરાગ સર્વજ્ઞના દિવ્યધ્વનિરૂપ શાસ્ત્રની પ્રવૃત્તિ કયા કારણથી થઈ? ઉત્તર- ભવ્ય (કલ્યાણાર્થી) જીવોના પુણ્યની પ્રેરણાથી.
જેવું કે હરિવંશ પુરાણમાં કહેવામાં આવ્યું છે, આ દિવ્યધ્વનિ ચારેય પુરુષાર્થોનું ફળ આપનારો છેઃ
ગણધરના પ્રશ્નના અનંતર દિવ્યધ્વનિ પ્રગટ થવા લાગ્યો. ભગવાનનો દિવ્યધ્વનિ ચારેય દિશાઓમાં દેખાઈ દેનારા ચાર મુખકમળોમાંથી નીકળતી હતી. આ ચાર પુરુષાર્થરૂપ ચાર ફળને દેનારો હતો. આ પ્રમાણે એ સાર્થક હતો.26
તીર્થંકર આદિનાથે પોતાના પરોપકારી સ્વભાવને કારણે દયા કરીને દિવ્યધ્વનિરૂપી અમૃતની ધારા પીવડાવીને જ જીવોનો ઉદ્ધાર કર્યો હતો, જેવું કે આદિપુરાણમાં કહેવામાં આવ્યું છેઃ
તેઓ જગદ્ગુરુ ભગવાન્ (આદિનાથ) સ્વયં કૃતકૃત્ય થઈને પોતાના ઉદ્ધારનું કાર્ય પૂરું કરી ચૂક્યા પછી) પણ ધર્મોપદેશ દ્વારા બીજાની ભલાઈ માટે ઉદ્યોગ (યત્નો કરતા હતા. એનાથી નિશ્ચય થાય છે કે મહાપુરુષોની ચેષ્ટાઓ સ્વભાવથી જ પરોપકાર માટે હોય છે. તેમના મુખકમળથી પ્રગટ થયેલો દિવ્યધ્વનિ અથવા દિવ્યવાણીએ તે વિશાળ સભાને અમૃતની ધારાના સમાન સંતુષ્ટ કર્યા હતા, કારણ કે અમૃતધારા સમાન જ તેમની દિવ્યવાણી ભવ્ય જીવોના સંતાપ દૂર કરનારી હતી, જન્મ-મરણના દુઃખથી છોડાવનારી હતી.27
પરમાર્થની પ્રાપ્તિમાં સૌથી મોટું બાધક આપણું મન છે. જ્યાં સુધી મનની ચંચળતા દૂર થતી નથી અને એ એકાગ્ર થતું નથી ત્યાં સુધી ન ધ્યાન લાગી શકે છે, ન આંતરિક શુદ્ધિ થાય છે અને ન આત્માના સ્વરૂપની ઓળખ પણ કરી શકાય છે. મનને શાંત કરવું અથવા એને વશમાં લાવવું અત્યંત કઠિન કાર્ય છે, કારણ કે મન સ્વાદનું આશિક છે અને સંસારના લોભામણા વિષયોના સ્વાદ લેવા માટે એ દિવસ-રાત તેમની પાછળ દોડ લગાવી રાખે છે. જ્યાં