________________
દિવ્ય ધ્વનિ
કેવલીનો દિવ્યધ્વનિ જ્યાં સુધી સાંભળનારાઓના કર્ણપ્રદેશ (કાનોના છિદ્રો)ને પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી એ અનક્ષરી જ છે... પરંતુ જ્યારે સાંભળનારાઓના કાનોનો વિષય બની જાય છે ત્યારે તે અક્ષરાત્મક થઈને યથાર્થ ઉપદેશોના વચનના રૂપમાં સંશયાદિને દૂર કરે છે.4
225
આ સંબંધમાં એક બીજું ઉદાહરણ આપી શકાય છે. જે પ્રમાણે આજકાલ એક જ ભાષા વિભિન્ન અનુવાદક-યંત્રો દ્વારા એક સાથે જ અનેક ભાષાઓમાં સાંભળી શકાય છે તે જ પ્રમાણે દિવ્યધ્વનિ પણ પોતાની વિશેષતાઓના કારણે એક સાથે જ અનેક મનુષ્યોને તેમની પોત-પોતાની નિર્મળતા અને યોગ્યતા અનુસાર તેમની પોતાની જ ભાષામાં અર્થગ્રહણ કરાવે છે.
આ પ્રમાણે નિરક્ષરી ધ્વનિ અથવા અક્ષરી ભાષા એક હોવા છતાં પણ શ્રોતાઓની શકિત અને યોગ્યતા અનુસાર તેને અનેક રૂપમાં ગ્રહણ કરવામાં કોઈ અસંગતિ નથી.
દિવ્યધ્વનિનો પ્રભાવ
કહેવાઈ ચૂક્યું છે કે બધી ઇચ્છાઓથી પર તીર્થંકરોની અંદરથી દિવ્યધ્વનિ કોઈ ઇચ્છા કે પ્રયત્ન વિના સહજ ભાવથી જીવોના કલ્યાણ માટે પ્રગટ થાય છે. એટલા માટે પરમ પરોપકારી તીર્થંકરોના દિવ્યધ્વનિનો પ્રભાવ સદા કલ્યાણકારી હોય છે. તે જીવો ખરેખર જ ભાગ્યશાળી છે જેઓ પોતાના પુણ્યની પ્રેરણાથી આ દિવ્યધ્વનિનો અનુભવ પ્રાપ્ત કરે છે અને એના દ્વારા પોતાને નિર્મળ બનાવીને તથા પોતાના સાચા સ્વરૂપને ઓળખીને સદાને માટે જન્મ-મરણના દુઃખથી મુક્ત થઈ જાય છે. દિવ્યધ્વનિ ગણધરો અને યોગ્ય શિષ્યોના સંશયને દૂર કરીને તેમને સાચું જ્ઞાન પ્રદાન કરે છે, તેમને વિશુદ્ધ બનાવે છે અને તેમને ચારેય ફળો (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ની પ્રાપ્તિ કરાવી દે છે. જૈન ધર્મ અનુસાર દિવ્યધ્વનિ દ્વારા જ ભગવાન મહાવીરના પ્રમુખ શિષ્ય ગૌતમ ગણધરનો સંશય નષ્ટ થયો, તેમણે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી અને તેના આધારે જીવોના કલ્યાણાર્થે જૈન ગ્રંથોની રચના કરી. આચાર્ય કુમાર કાર્તિકેય દ્વારા રચિત કાર્તિક્રયાનુપ્રેક્ષા નામના ગ્રંથમાં પ્રશ્નોત્તર શૈલીમાં દિવ્યધ્વનિરૂપ શાસ્ત્રની પ્રવૃત્તિનું કારણ બતાવતાં કહેવામાં આવ્યું છેઃ