________________
જૈન ધર્મઃ સાર સંદેશ
સુરના વિશેષજ્ઞ કોઈ વ્યક્તિને એમના મધુર વાદનથી જેવો અનુભવ પ્રાપ્ત થશે અને તે જેટલો પ્રભાવિત થશે ઠીક તેવો જ અનુભવ અને તે જ પ્રભાવ કોઈ અન્ય સાધારણ વ્યક્તિ પર કદાચ થશે નહીં. આ પ્રમાણે દિવ્યધ્વનિનો અનુભવ અને પ્રભાવ મનુષ્યોની પ્રવૃત્તિ અને શક્તિની ભિન્નતાને કારણે વિભિન્ન રૂપમાં દેખાય છે. પરંતુ જે સાધક ઉચિત યુક્તિના અભ્યાસ દ્વારા ઊંચા આધ્યાત્મિક પદ પર પહોંચી જાય છે, તેમને દિવ્યધ્વનિનો અનુભવ એક સમાન જ હોય છે, અને તેઓ એક સમાન જ દિવ્યધ્વનિથી પ્રભાવિત થાય છે.
224
એક જ ભાષાને અનેક ભાષાઓના રૂપમાં પરિવર્તિત થવાની વાત પણ એક અન્ય ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. આપણે જાણીએ છીએ કે પોતાની માતૃભાષા અથવા પોતાની બોલચાલની ભાષાની સાથે આપણે કેટલા હળેલા-મળેલા હોઈએ છીએ. તેનાથી આપણો એટલો ગહન સંબંધ હોય છે કે આપણે પ્રાયઃ તે જ ભાષામાં સમજવા-વિચારવા અથવા અર્થ ગ્રહણ કરવામાં અભ્યસ્ત થઈ ચૂક્યા હોઈએ છીએ. જો આપણી માતૃભાષા હિન્દી છે તો આપણે સંસ્કૃત, અંગ્રેજી વગેરે અન્ય કોઈ પણ ભાષાને વાંચતા સમયે અથવા અન્ય કોઈ ભાષામાં લખાયેલા વિષય પર વિચાર કરતા સમયે પ્રગટ કે અપ્રગટ રીતે હિન્દીમાં તેનો તરજુમો (રૂપાંતર) કરતાં કરતાં તેને વાંચીએ કે તેના વિષય પર વિચાર કરીએ છીએ. જો કોઈ સભામાં કોઈ વ્યાખ્યાતા અંગ્રેજીમાં વ્યાખ્યાન આપી રહ્યા હોય અને તે સભામાં હિન્દી, બંગાળી, ગુજરાતી, મરાઠી વગેરે માતૃભાષાવાળી વ્યક્તિઓ તેને સાંભળી રહ્યા હોય છે, તો બધા સ્વાભાવિક રીતે પોત-પોતાની ભાષામાં તરજુમો કરતાં કરતાં તેને ગ્રહણ કરે છે. આ પ્રમાણે વ્યાખ્યાતાની અંગ્રેજી ભાષા શ્રોતાઓના કાનો સુધી પહોંચતાં સ્વાભાવિક રીતે શ્રોતાઓની વિભિન્ન ભાષાઓમાં પરિવર્તિત થતી જાય છે. આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે એક જ નિરક્ષરી દિવ્ય ધ્વનિને અનેક ભાષા બોલનારા કેવી રીતે પોત-પોતાની ભાષામાં ગ્રહણ કરે છે.
આ જ ભાવને દર્શાવતાં ગોમ્મટસારમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છેઃ