________________
જૈન ધર્મઃ સાર સંદેશ
સમાપ્ત થઈ જાય છે. કેટલાક અન્ય ભારતીય દાર્શનિકો અથવા વિચારકો અનુસાર એવા કર્મોને પ્રારબ્ધ કર્મ કહે છે. આ વાતોથી સ્પષ્ટ છે કે જે યોનિમાં આપણે જન્મ લઈએ છીએ, જે પ્રકારનું શરીર આપણને મળે છે, જે પ્રકારના સમાજ કે પરિસ્થિતિઓમાં આપણે રહેવાનું હોય છે, જે પ્રકારની આપણી રુઝાન (રુચી) કે પ્રવૃત્તિ હોય છે અને જેટલા સમય સુધી આપણે જીવિત રહીએ છીએ આ બધી વાતો આપણા પૂર્વ કર્મો દ્વારા જ નિર્ધારિત થાય છે. એટલા માટે એમને ન અકારણ કે આકસ્મિક સમજવી જોઈએ અને ન એમના માટે કોઈ બીજાને દોષી ઠરાવવા જોઈએ. આપણે પોતે જ કરેલા કર્મોને કારણે બંધનમાં પડીએ છીએ. એટલા માટે આપણે પોતાના જ પુરુષાર્થ દ્વારા પોતાને મુક્ત કરી શકીએ છીએ.
આપણે પોતાના જ મનના વિકારો કે દુર્ભાવનાઓના પ્રભાવમાં આવીને અનેક પ્રકારનાં કર્મ કરીએ છે અને એ કર્મ આપણને સાંસારિક બંધનોમાં બાંધી દે છે. જૈન ધર્મ અનુસાર આપણા ચાર પ્રમુખ વિકાર છે - ક્રોધ, માન, માયા અને લોભ. એમને જૈન ધર્મમાં કષાય કહેવામાં આવે છે. આ બતાવતાં કે કષાય કોને કહે છે, એ શું કરે છે અને એ કેટલા પ્રકારના છે, જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
80
-
જે મોક્ષનું કારણભૂત ચારિત્ર ધારણ કરવાનાં પરિણામ (વિકાસ કે પરિવર્તન) ન થવા દે, અને આત્માના સ્વરૂપને કર્ષે (કષ્ટ આપે), દુઃખ આપે, તેમને કષાય કહે છેઃ તે કષાય મૂળમાં ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ.
જીવ જ્યારે પણ કષાયથી યુક્ત થઈને પોતાના તન, મન કે વચનથી કોઈ કર્મ કરે છે, ત્યારે તેમાં એક સ્પંદન (હલન-ચલન) થાય છે, જેમાં એક અજીબ આકર્ષણ શક્તિ હોય છે જે તે કર્મ અનુસાર પુદ્ગલ-પરમાણુઓને (જે સર્વત્ર સંસારમાં ભરાયેલા છે) પોતાના તરફ ખેંચી લે છે. જેવી રીતે ભીની (ચીકટ) દિવાલ પર ઊડીને આવેલી ધૂળ તેના પર ચોંટી જાય છે, તેવી જ રીતે કષાય-યુકત જીવથી આવનારા કર્માણુ બંધાઈ જાય છે. પરંતુ જેવી રીતે સૂકી