SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ, બંધન અને મોક્ષ દિવાલ પર ઊડીને આવનારી ધૂળ તે દિવાલ પર ટકી શકતી નથી, તેને લાગીને ખરી પડે છે, તે જ પ્રમાણે કષાયરહિત જીવના તન, મન અને વચનથી કરવામાં આવેલાં કર્મ જીવથી બંધાતાં નથી. બીજા શબ્દોમાં, કષાયરહિત જીવનાં કર્મ બંધનકારી હોતાં નથી. જીવના કષાય (દૂષિત મનોભાવ)ના કારણે જ પુદ્ગલ-પરમાણુઓ (કર્માણુઓ)નું જીવની તરફ ખેંચાણ હોય છે. એમના આ ખેંચાણ અથવા આકર્ષણને જૈન ધર્મમાં “આસવ' કહેવામાં આવે છે. જીવોનું દૂષિત મનોભાવોથી યુક્ત થવું જ કર્માણુઓના આકર્ષણનું કારણ છે. એટલા માટે એને “ભાવાસવ” કહેવામાં આવે છે અને કર્માણુઓના વાસ્તવમાં જીવ સાથે ચોંટી જવાને દ્રવ્યસવ’ ધે છે. જીવના શુભ કે અશુભ મનોભાવો અનુસાર જ જીવમાં શુભ કે અશુભ કર્માણુઓનો (કર્મરૂપી અણુઓ) પ્રવેશ થાય છે. શુભ અને અશુભ મનોભાવોની તીવ્રતા અને મંદતા અનુસાર જ પુણ્ય અને પાપના આસવમાં પણ વિશેષતા હોય છે. આ પ્રમાણે કષાય (મનોવિકાર) જ જીવના બંધનનું કારણ છે. બંધનની પરિભાષા આપતાં તત્ત્વાધિગમ સૂત્રમાં કહેવામાં આવ્યું છેઃ સકષાયત્વાજજીવઃ કર્મણો યોગ્યાનું પુદ્ગલાનાદતે સ બંધઃ | અર્થ - કષાયથી યુક્ત થવાથી જીવ પોતાના કર્મોના ઉપર્યુક્ત (પ્રમાણે) પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે જ બંધન છે. જૈન ધર્મમાં બંધનના બે ભેદ કરવામાં આવે છેઃ (1) ભાવ બંધ અને (2) દ્રવ્ય બંધ. કારણ કે કષાય (મનના વિકારો)ના કારણે જ કર્મ-પુદ્ગલ જીવની તરફ આકર્ષાય છે, એટલા માટે મનોવિકારના પ્રગટ થવાને જ “ભાવ બંધ કહે છે અને એના ફળસ્વરૂપે કર્મ-પુદ્ગલોના જીવની સાથે ચોંટી જાય એટલે કે બંધાઈ જવાને દ્રવ્ય બંધ કહે છે. વિભિન્ન કષાયોથી ગ્રસિત જીવની મન, વચન અને કાયાની શુભ અને અશુભ ક્રિયાઓ જીવને છ પ્રકારના સૂક્ષ્મ રંગોથી રંગી દે છે, જેમને જૈન ધર્મમાં લેશ્યા' કહેવામાં આવે છે. લેડ્યા (તેજ)ઓના છ રંગ બતાવવામાં આવ્યા છે - 1. કૃષ્ણા (કાળો) 2. નીલ (નીલો) 3. કાપાત (ભૂરો) 4. પીત (સોનાના
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy