________________
82
જેને ધર્મ સાર સંદેશ સમાન પીળો) 5. પદ્મ (કમળના રંગનો) અને 6. શ્વેત (ઉજળો) એમનામાં પ્રથમ ત્રણ લેગ્યાઓ અશુભ અને શેષ ત્રણ લેગ્યાઓ શુભના સૂચક છે. બધા સંસારી જીવોમાંથી લેશ્યાઓ ન્યુનાધિક અંશમાં પ્રાપ્ત થાય છે, પરંતુ કેવળ તેઓ જ એમને જોઈ શકે છે જેમને આંતરિક દૃષ્ટિ પ્રાપ્ત છે. સાધારણ સંસારી જીવોને એ લેશ્યાઓ દેખાતી નથી. મુક્ત જીવોને લેશ્યા હોતી નથી, કારણ કે તેમનામાં કષાયોનો અંત થઈ ગયો હોય છે.
કેટલાક લોકો પાપકર્મોથી દૂર રહેવા અને અધિકથી અધિક પુણ્ય કર્મ કરવા પર ભાર આપે છે. પાપ કર્મોથી પુણ્ય કર્મો અવશ્ય જ સારાં છે, પરંતુ માત્ર પુણ્ય કર્મો કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જો પાપ કર્મોથી જીવ અશુભ લેશ્યાઓથી રંગાય છે તો પુણ્ય કર્મોથી શુભ લેશ્યાઓથી રંગાય છે. આ પ્રમાણે પાપ અને પુણ્ય – બન્ને જીવને બંધનમાં ફસાયેલા જ રાખે છે. ફરક માત્ર એ જ છે કે પુણ્ય કર્મ સુખદાયી ભોગ-વિષયોથી યુક્ત મનુષ્ય યોનિ અથવા દેવયોનિમાં જન્મ લેવાનું કારણ બને છે, જ્યારે કે પાપ કર્મો દુઃખોથી ભરેલા નરક કે પશુ-પક્ષીઓની યોનિમાં જન્મ લેવાનું કારણ બને છે. આ પ્રમાણે એવું કહી શકાય છે કે પાપ કર્મો દ્વારા જીવ લોઢાની સખત બેડીઓથી બંધાઈ જાય છે અને પુણ્ય કર્મો દ્વારા તે સુંદર દેખાતી સોનાની બેડીઓથી બંધાઈ જાય છે. પરંતુ એમનામાંથી કોઈ પણ કર્મથી જીવને મુક્તિ મળતી નથી. તે સંસારનો કેદી જ બનેલો રહે છે અને આવાગમનના ચક્રમાંથી છુટકારો પામતો નથી. હુકમચંદ ભારિë એ તથ્યને આ શબ્દોમાં વ્યકત કર્યું છેઃ
સામાન્ય જન પુણ્યને સારું અને પાપને બૂરું સમજી લે છે, કારણ કે પુણ્યથી મનુષ્ય અને દેવ ગતિની પ્રાપ્તિ થાય છે અને પાપથી નરક કે તિર્યંન્ચ (મનુષ્યથી હલકી) ગતિની.
તેમનું ધ્યાન એ તરફ નથી જતું કે ચારેય ગતિઓ સંસાર છે અને સંસાર દુઃખરૂપ જ છે. પુણ્ય અને પાપ બન્ને સંસારનાં જ કારણ છે. સંસારમાં પ્રવેશ કરાવનારાં પુણ્ય-પાપ સારાં કેવી રીતે હોઈ શકે? પુણ્ય-પાપ બંધરૂપ છે અને આત્માનું હિત અબંધ (મોક્ષ) દશા પ્રાપ્ત કરવામાં છે. જો કે પાપની અપેક્ષાએ પુણ્યને સારું કહેવામાં આવ્યું છે, પરંતુ મુક્તિના માર્ગમાં તેનું સ્થાન અભાવાત્મક જ છે.