________________
222
જૈન ધર્મઃ સાર સંદેશ
અભિવ્યક્તિ નો આધાર હોય છે. નિરક્ષરી ભાષા સહજ અને અકૃત્રિમ છે; તેને શીખવાની જરૂર પડતી નથી. પરંતુ અક્ષરી ભાષા કૃત્રિમ છે, તેને શીખવાની જરૂર પડે છે.
વાસ્તવમાં અંતરથી ઊઠનારો દિવ્યધ્વનિ અંતરાત્માનો અવાજ અથવા પરમાત્માનો પોકાર છે જે આપણને અંદર બોલાવી રહ્યો છે અને આપણને અંદરનો માર્ગ બતાવી રહ્યો છે. બાહ્ય સાંસારિક વિષયોમાં ઊલઝાયેલા આપણા ધ્યાનને આ દિવ્યધ્વનિ અંદર તરફ વાળે છે, વિષય-વાસનાઓના વિષ-તુલ્ય રસોથી હટાવીને આપણને પોતાનો અમૃત રસ પીવડાવે છે અને અંતમાં આપણા વાસ્તવિક પરમાત્મારૂપને પ્રગટ કરી દે છે જેનાથી આપણે એક અપૂર્વ આંતરિક આનંદમાં મગ્ન થઈ જઈએ છીએ.
દિવ્યધ્વનિનો અવાજ સહજ અને સ્વાભાવિક હોવાને કારણે બધા મનુષ્યો માટે એક જ હોય છે જ્યારે કે દેશ-કાળની ભિન્નતા પર નિર્ભર કરનારી કૃત્રિમ કે વર્ણાત્મક ભાષા અનેક પ્રકારની હોય છે. પરંતુ જેવું કે જૈન ગ્રંથોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, આ એકરૂપ નિરક્ષરી દિવ્યધ્વનિ ન માત્ર નિરક્ષર ગૂઢ આંતરિક અનુભવોની અભિવ્યક્તિ કરે છે, બલકે આ બધી ભાષાઓ કે વર્ણાત્મક શબ્દોમાં આપવામાં આવેલાં ઉપદેશોનો પણ મૂળ સ્રોત છે. આ તથ્યને જૈન ગ્રંથોમાં અનેક ઉપમાઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે. ઉદાહરણ માટે, આદિપુરાણમાં કહેવામાં આવ્યું છેઃ
યદ્યપિ તે દિવ્યધ્વનિ એક પ્રકારનો હતો, છતાં પણ ભગવાન (મહાવીર)ના મહાત્મ્યથી તે સમસ્ત મનુષ્યોની ભાષારૂપ થઈ રહ્યો હતો, અર્થાત્ સર્વભાષારૂપ પરિણમન કરી રહ્યો હતો અને લોકોના અજ્ઞાન દૂર કરીને તેમને તત્ત્વનો બોધ કરાવી રહ્યો હતો. જે પ્રમાણે એક જ પ્રકારની જલધારા વૃક્ષોના ભેદથી અનેક રસવાળી થઈ જાય છે તે જ પ્રમાણે સર્વજ્ઞદેવનો તે દિવ્યધ્વનિ પણ પાત્રોના ભેદથી અનેક પ્રકારનો થઈ જતો હતો. અથવા જે પ્રમાણે સ્ફટિક મણિ એક જ પ્રકારનો હોય છે, છતાં પણ તેની પાસે જે-જે રંગના પદાર્થ રાખી દેવામાં આવે છે તે પોતાની સ્વચ્છતા (નિર્મળતા)થી આપમેળે તે-તે પદાર્થોના રંગોને ધારણ કરી લે છે, તે જ પ્રમાણે સર્વજ્ઞ ભગવાનનો