________________
©જી
જૈન ધર્મની પ્રાચીનતા
જૈન”, “જિન” અને “તીર્થંકર'નો અર્થ જેન' શબ્દ “જિન” શબ્દમાંથી બન્યો છે. “જિન” શબ્દનો અર્થ છે “વિજેતા અથવા “જીતનાર’, અર્થાત્ રાગ, દ્વેષ વગેરે દોષો પર વિજય પ્રાપ્ત કરીને અથવા ક્રોધ, માન, માયા, લોભ વગેરે વિકારોને જીતીને જે સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે તેને “જિન” કહે છે. જિનના મતને માનનારા અથવા જિનના બતાવેલા માર્ગ પર ચાલનારાઓને જેન કહેવામાં આવે છે.
જિનની અવસ્થાની પ્રાપ્તિ માટે પૂર્ણજ્ઞાન અથવા સર્વજ્ઞતા (જેને જેને ધર્મમાં કેવલ જ્ઞાન” કહેવામાં આવે છે)ને પ્રાપ્ત કરવી જરૂરી છે. એટલા માટે જિનને કેવલી જિન” પણ કહે છે. કેવલી જિન બે પ્રકારના હોય છે - એક સામાન્ય કેવલી' અને બીજા “તીર્થકર કેવલી.” સામાન્ય કેવલી તેઓ હોય છે જેઓ પૂર્ણજ્ઞાન અથવા કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાની જાતને બંધનોથી મુક્ત કરી લે છે. પરંતુ તેઓ બીજાઓને ઉપદેશ આપવાનું કાર્ય કરતા નથી. તીર્થકર કેવલી તેઓ હોય છે જેઓ પૂર્ણ જ્ઞાન અથવા કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને બીજાઓને આ જ્ઞાનનો ઉપદેશ આપે છે અને તેમને સાચો માર્ગ બતાવીને તેમનું કલ્યાણ કરે છે. એવા પૂર્ણજ્ઞાની ધર્મ-પ્રવર્તક અને માર્ગદર્શકને જ જૈન ધર્મમાં તીર્થકર કહેવામાં આવે છે.
“તીર્થનો અર્થ છે તે પવિત્ર નિમિત્ત, ઘાટ અથવા સ્થાન જ્યાંથી સંસારસાગરને સહેલાઈથી પાર કરી શકાય છે અને “તીર્થકર' તે છે જે તે નિમિત્ત અથવા ઘાટને સ્થાપિત કરે છે અથવા તેને બતાવે છે અને તેના દ્વારા જીવોને સંસાર-સાગરથી પાર કરાવે છેઃ