________________
જૈન ધર્મ સાર સંદેશ તરતિ સંસાર-મહાર્ણવ યેન નિમિત્તેન તત્ તીર્થ
તીર્થકરોતિ ઈતિ તીર્થકર: જૈન ધર્મમાં સંસારને અનાદિ માનવામાં આવે છે. જેન-પરંપરા અનુસાર અનાદિ કાળથી જ ઉચ્ચ કોટિના મહાત્મા, જેને જૈન ધર્મમાં “જિન” અથવા “તીર્થકર” કહેવામાં આવે છે, આ ધર્મના ઉપદેશ દ્વારા જીવોનો ઉદ્ધાર કરવા માટે સંસારમાં આવતા રહ્યા છે. પાછલા યુગમાં 24 તીર્થકર આવ્યા હતા, વર્તમાન યુગમાં પણ 24 તીર્થકર આવ્યા છે અને ભવિષ્યમાં પણ 24 તીર્થકર આવશે. આ રીતે તીર્થકરોનો આ સંસારમાં આવવાનો સિલસિલો ચાલતો રહે છે. વર્તમાન યુગના 24 તીર્થકરોના નામ આ પ્રમાણે છેઃ
1. ઋષભનાથ અથવા આદિનાથ 2. અજિતનાથ 3. સંભવનાથ 4. અભિનંદનનાથ 5. સુમતિનાથ 6. પદ્મપ્રભ 7. સુપાર્શ્વનાથ 8. ચંદ્રપ્રભ 9. પુષ્પદંત અથવા સુવિધિનાથ 10. શીતલનાથ 11. શ્રેયાંસનાથ 12. વાસુ પૂજ્ય 13. વિમલનાથ 14. અનંતનાથ 15. ધર્મનાથ 16. શાંતિનાથ 17. કુંથુનાથ 18. અરનાથ 19. મલ્લિનાથ 2. મુનિસુવ્રતનાથ 21. નમિનાથ 22. નેમિનાથ અથવા અરિષ્ટનેમિ 23. પાર્શ્વનાથ અને 24. વર્ધમાન મહાવીર અથવા સન્મતિ. બધા જૈન ધર્મગ્રંથોમાં આ તીર્થકરોનાં નામ આ જ ક્રમમાં મળી આવે છે.
તીર્થકરો, ગણધરો અને આચાર્યોની પરંપરા સમય અને પરિસ્થિતિ અનુસાર આ તીર્થકરો થોડા ઘણા સમયાંતરે આ સંસારમાં આવતા રહ્યા છે. એક તીર્થકરના સંસારમાંથી જવાના અને બીજા તીર્થકરના સંસારમાં આવવાના વચ્ચેના સમયમાં જૈન ધર્મના ઉપદેશનો પ્રવાહ મુનિઓ અને આચાર્યોની ગુરુ-શિષ્ય પરંપરાથી ચાલતો રહ્યો છે. આ પરંપરાનો ઉલ્લેખ કરતાં પંડિત ટોડરમલ કહે છેઃ
અનાદિથી તીર્થકર કેવલી (સર્વજ્ઞ) થતા આવ્યા છે, તેમને સર્વનું જ્ઞાન હોય છે; ... ફરીવાર, તે તીર્થકર કેવલીઓનો દિવ્ય ધ્વનિ દ્વારા એવો ઉપદેશ થાય છે જેનાથી અન્ય જીવોને પદોનું તથા અર્થોનું જ્ઞાન થાય છે; તેના અનુસાર ગણધરદેવ અંગપ્રકીર્ણરૂપ ગ્રંથ ગૂંથે છે તથા તેમના અનુસાર અન્ય-અન્ય આચાર્યાદિક વિવિધ પ્રકારના ગ્રંથાદિકની રચના