________________
21
જૈન ધર્મની પ્રાચીનતા
કરે છે. તેમનો કોઈક અભ્યાસ કરે છે, કોઈક તેમને કહે છે, કોઈક સાંભળે છે. આ રીતે પરંપરા માર્ગે ચાલ્યો આવે છે.
જૈન ધર્મ અનુસાર તીર્થકરના વચનોને સાંભળીને જો તેમને અક્ષરસહ યાદ રાખે છે તેના જ્ઞાનને દ્રવ્યશ્રુત જ્ઞાન કહે છે. પરંતુ જે તેમના વચનોના ફક્ત ભાવ, વિચાર અથવા અર્થને યાદ રાખે છે તેના જ્ઞાનને ભાવકૃત જ્ઞાન કહે છે. જૈન ધર્મના ઉપદેશને લેખિત રૂપ આપતાં પહેલાં દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતના આધારે જ જૈન ધર્મની પરંપરા ચાલતી રહી છે.
જૈન ધર્મમાં જ્ઞાન, આચાર અને ધાર્મિક પદની દૃષ્ટિએ જૈન મહાત્માઓની ક્રમશઃ પાંચ શ્રેણીઓ માનવામાં આવે છેઃ (1) અરહંત (પ્રાકૃત) અથવા અર્વત્ (સંસ્કૃત), (2) સિદ્ધ, (3) આચાર્ય, (4) ઉપાધ્યાય અને (5) સાધુ. ફક્ત આ પાંચને જ ધર્મનો ઉપદેશ આપવાનો અધિકાર છે. એટલા માટે આ પાંચેયને પરમ કલ્યાણકારી, પરમ પૂજ્ય અથવા પરમ ઈષ્ટ માનવામાં આવે છે. જૈન ધર્મમાં એમને જ “પંચપરમેષ્ટી' કહે છે. આચાર્યોમાં જે પ્રમુખ હોય છે તેમને ગણધર કહેવામાં આવે છે. એક તીર્થકરના સંસારમાંથી જવાના અને બીજાના સંસારમાં આવવાના વચ્ચેના સમયમાં આ ગણધર, આચાર્ય અને ઉપાધ્યાય જ તીર્થકરોના ઉપદેશોને સુરક્ષિત જાળવી રાખે છે.
ઐતિહાસિક દૃષ્ટિએ તિલોયપષ્ણવી નામના જૈન ગ્રંથનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે એમાં અનેક જૈન મહાપુરુષોના જીવનકાળની તિથિઓનો ઉલ્લેખ છે. આ ગ્રંથ અનુસાર ચોવીસમા જૈન તીર્થંકર મહાવીરના પરિનિર્વાણના દિવસે જ તેમના મુખ્ય શિષ્ય ગૌતમ ગણધરને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. મહાવીરનો પરિનિર્વાણ-કાળ ઈ.સ. પૂર્વે 527 માનવામાં આવે છે. ગૌતમ ગણધરને ઈ.સ. પૂર્વે 515માં નિર્વાણ પ્રાપ્ત થયું અને એમના નિર્વાણ પ્રાપ્ત કર્યા બાદ સુધર્મા સ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સુધર્મા સ્વામીનું નિર્વાણ ઈ.સ. પૂર્વે 503માં થયું. સુધર્મા સ્વામીએ નિર્વાણ પ્રાપ્ત કર્યા બાદ જખ્ખ સ્વામીને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને તેમનું નિર્વાણ ઈ.સ. પૂર્વે 465માં થયું. આ રીતે ગોતમ ગણધર, સુધર્મા સ્વામી અને જબૂસ્વામી - આ જ ત્રણ “અનુબદ્ધ કેવલી થયા, અર્થાત્ આ જ ત્રણ મહાવીર પછી લગાતાર એક પછી એક કેવલ જ્ઞાન પ્રાપ્ત કરનારા થયા. એમના પછી કોઈ “અનુબદ્ધ કેવલી' ન થયા.?