________________
જૈન ધર્મ સાર સંદેશ કહેવામાં આવે છે કે ઈ.સ. પૂર્વે 465 પછીથી કંઠ-પરંપરાનો ધીરે-ધીરે લોપ થવા લાગ્યો. છતાં પણ કોઈક રીતે આચાર્ય વિષ્ણુનંદિ (ઈ.સ.પૂર્વે 46S)થી લઈને આચાર્ય લોકાર્ય કે લોહાચાર્ય (ઈ.સ.38) સુધી આચાર્ય-પરંપરાનો ક્રમ ચાલતો રહ્યો.
બદલાતી પરિસ્થિતિઓમાં શ્રુત-પરંપરાનો લોપ થતો જોઈને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પાટલિપુત્રમાં જૈન સંઘનું એક સંમેલન બોલાવવામાં આવ્યું. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં લગભગ ઈ.સ.પૂર્વે 363 થી ઈ.સ. 351 સુધી મગધમાં બાર વર્ષનો દુકાળ પડ્યો હતો. એનાથી સાધુ-સંઘ વિખેરાઈ ગયો. આ દુકાળથી બચવા માટે આચાર્ય ભદ્રબાહુ 12000 જૈન સાધુઓ સાથે દક્ષિણ ભારતમાં ચાલ્યા ગયા. જે જૈન સાધુઓ દક્ષિણ ભારત ગયા નહીં, તેમણે આચાર્ય સ્થૂલભદ્રના નેતૃત્વમાં પોતાની પરંપરા ચાલુ રાખી. ભદ્રબાહુની અનુપસ્થિતિમાં સ્થૂલભદ્રએ પાટલિપુત્રમાં જૈન-સંઘનું એક સંમેલન બોલાવ્યું, જેમાં જૈન ધર્મગ્રંથોનું વાંચન અને સંકલન કરવામાં આવ્યું. આ સંમેલનમાં પરંપરાગત 12 અંગોમાંથી 1 અંગોનું જ સંકલન થયું. કહેવાય છે કે પાછળથી સ્થૂલભદ્રએ બારમા અંગનું પણ સંકલન કરી લીધું હતું જેમાં પહેલાંથી ચાલ્યા આવી રહેલા 14 પૂર્વ પણ સામેલ હતા. પરંતુ જ્યારે આચાર્ય ભદ્રબાહુ દક્ષિણ ભારતથી પાછા આવ્યા તો તેમણે પોતાની અનુપસ્થિતિમાં આયોજિત સંમેલનમાં નિશ્ચિત કરવામાં આવેલા અંગોને માન્યતા આપી નહીં.
અહીં એ જણાવી દેવાનું અપ્રાસંગિક થશે નહીં કે ભદ્રબાહુ પોતાના પરંપરાગત સિદ્ધાંત અને આચાર-નિયમોમાં જરાક પણ હેરફેર કરવા ઈચ્છતા ન હતા. તેઓ નગ્ન રહેવાના નિયમનું પૂરેપૂરું પાલન કરતા હતા. પરંતુ સ્થૂલભદ્રએ આ નિયમમાં ઢીલ આપીને સાધુ-સંઘને લજ્જા-નિવારણ માટે શ્વેત વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ આપી દીધી. પાછળથી આવી જ કેટલીક આચારવ્યવહારની નાની-નાની બાબતોને લઈને જૈન ધર્મ બે ભાગમાં વહેંચાઈ ગયો. શ્વેત (સફેદ) વસ્ત્ર ધારણ કરનારાઓને “શ્વેતાબંર” અને દિક અર્થાત્ બધી દિશાઓને જ વસ્ત્ર માનીને નગ્ન રહેનારાઓને “દિગંબર' કહેવામાં આવ્યા.
આ બન્ને સંપ્રદાયો વચ્ચે મૂળ સિદ્ધાંતના સંબંધમાં કોઈ મતભેદ નથી. બને જ મહાવીર સ્વામી અને અન્ય તીર્થકરોને માને છે તેમના ઉપદેશોમાં શ્રદ્ધા રાખે છે. માત્ર આચાર-વિચારની કેટલીક ગૌણ વાતોને લઈને જ એમનામાં મતભેદ છે. પ્રધાન રૂપથી એમના મતભેદ આ વાતોને લઈને છેઃ