________________
23
જૈન ધર્મની પ્રાચીનતા 1. દિગંબર સંપ્રદાયથી વિપરીત શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા છે કે જે રીતે પુરુષને
મોક્ષનો અધિકાર છે, તેવી જ રીતે સ્ત્રી પણ મોક્ષની અધિકારિણી છે. 2. શ્વેતાંબર પરંપરા અનુસાર કેવલી ભગવાન પણ કવલ (મૂઠ્ઠીભર અનાજ,
ગ્રાસ)નો આહાર લે છે. દિગંબર પરંપરા અનુસાર કેવલીઓને ભૂખ-તરસ
વગેરેની વેદના થતી નથી. તેઓ ભોજન વિના જ જીવન-નિર્વાહ કરે છે. 3. શ્વેતાંબર પરંપરા અનુસાર જો સાધુ-સંયમમાં સહયોગી આવશ્યક ઉપકરણો (વસ્ત્ર, પાત્ર વગેરે) રાખે છે તો પણ તે મોક્ષનો અધિકારી થઈ શકે છે પરંતુ દિગંબર પરંપરા અનુસાર વસ્ત્ર, પાત્ર વગેરે ધારણ કરનારો સાધુ
મોક્ષનો અધિકારી થઈ શકતો નથી. 4. શ્વેતાંબર પરંપરા અનુસાર માતા-પિતાના આગ્રહથી મહાવીર સ્વામીના
વિવાહ થયા હતા. દિગંબર પરંપરા અનુસાર મહાવીર અવિવાહિત જ રહ્યા. 5. શ્વેતાંબર આચારાંગ, સૂત્રકૃતાંગ આદિ મૂળ દ્વાદશાંગી નો સ્વીકાર કરે
છે અને એ માને છે કે બાર અંગોમાંથી અંતિમ અંગ દૃષ્ટિવાદ આજે ઉપલબ્ધ નથી, પરંતુ શેષ આગમ આજે પણ ઉપલબ્ધ છે. દિગંબર સંપ્રદાય અનુસાર કાળના દુપ્રભાવથી બધા જ આગમ લુપ્ત થઈ ગયા. તેઓ વર્તમાનમાં ઉપલબ્ધ આગમોની પ્રામાણિકતાનો સ્વીકાર કરતા નથી.
ધીરે-ધીરે સમયની સાથે આ બન્ને શાખાઓ અનેક ઉપશાખાઓમાં વિભક્ત થઈ ગઈ.
જૈન ધર્મગ્રંથોને અંતિમ રૂપ આપવા માટે આચાર્ય દેવદ્ધિના નેતૃત્વમાં જૈન-સંઘનું બીજું સંમેલન ઈ.સ 454માં વલભીમાં બોલાવવામાં આવ્યું. આ સંમેલનમાં એકમતથી નિશ્ચિત કરવામાં આવેલા ધર્મગ્રંથોને લેખિત રૂપ આપી દેવામાં આવ્યું. પાછળથી આ ગ્રંથો પર આધારિત બીજા પણ સ્વતંત્ર ગ્રંથ, ભાષ્ય અને ટીકાગ્રંથ લખવામાં આવ્યા. આ રીતે જૈન ધર્મનું નિશ્ચિત રૂપ સ્થાપિત થઈ ગયું અને એની પરંપરાને ચાલુ રાખવાનું સરળ થઈ ગયું.
મહાવીર સ્વામીથી પહેલાં આવનારા તીર્થકર ઋષભદેવને જૈન ધર્મના પ્રથમ તીર્થકર માનવામાં આવે છે. એમને આદિનાથ પણ કહેવામાં આવે છે. તેઓ 14માં મનુ નાભિરાજ અને એમની પત્ની