________________
જૈન ધર્મઃ સાર સંદેશ
મરુદેવીના પુત્ર હતા. ઋષભદેવે અયોધ્યાના રાજા તરીકે ઘણા સમય સુધી રાજ કર્યુ. એક અત્યંત નેક, સુયોગ્ય અને પ્રભાવશાળી શાસકના આદર્શને નિભાવતાં એમણે ભારતીય સભ્યતાને ખૂબ જ આગળ વધારી. પછીથી પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને રાજયનો ભાર સોંપીને એમણે સંન્યાસ ગ્રહણ કરી લીધો. કઠિન સાધના દ્વારા કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરીને તેઓ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર બન્યા. પોતાના ધર્મમાં એમણે અહિંસાને પ્રમુખ સ્થાન આપ્યું. એમનો પુત્ર ભરત અત્યંત વીર, પ્રતાપી અને કુશળ ચક્રવર્તી રાજા થયો. તેના જ નામ પર આ દેશ ભારતવર્ષના નામથી પ્રસિદ્ધ થયો. એનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
24
નાભેઃ પુત્રશ્ય ઋષભઃ ઋષભાત્ ભરતોડભવતા તસ્ય નામ્તા ત્વિ વર્ષ ભારત ચેતિ કીર્ત્યત
અર્થાત્ ઋષભ નાભિના પુત્ર હતા અને ઋષભથી ભરત ઉત્પન્ન થયા, જેમના નામથી આ દેશ ભારતવર્ષ કહેવામાં આવે છે.
ઋષભદેવના પુત્ર રાજા ભરતનો ઉલ્લેખ સ્કંદપુરાણ, ભાગવતપુરાણ, માર્કણ્ડેયપુરાણ, વિષ્ણુપુરાણ, બ્રહ્માંડપુરાણ વગેરેમાં મળી આવે છે.
પ્રાચીન ભારતીય ઇતિહાસ દ્વારા ખ્યાલ આવે છે કે પુરાણોના સમયથી પહેલાં ઈ.સ.પૂર્વે પાંચમી શતાબ્દીમાં પણ ઋષભદેવની મૂર્તિની પૂજા કરવામાં આવતી હતી. કલિંગરાજા ખારવેલે ઈ.સ. પૂર્વે 161માં મગધ પર બીજી વખત ચઢાઈ કરી હતી. આ ચઢાઈમાં વિજય પ્રાપ્ત કરીને તેઓ ત્યાંથી ઘણો બધો કીમતી સામાન લઈને પાછા ફર્યા હતા જેમાં આદિ જિન ઋષભદેવની એક મૂર્તિ પણ હતી. આ મૂર્તિને મગધના રાજા નંદ લગભગ ૩૦૦ વર્ષ પહેલાં તે સમયના કલિંગના રાજાને હરાવીને લઈ ગયા હતા.4
મથુરાથી પ્રાપ્ત અભિલેખોમાં તો ઋષભદેવ સિવાયના અન્ય અર્હતો (તીર્થંકરો) અને અંતિમ તીર્થંકર વર્ધમાન મહાવીરની પણ અર્ચના કે પૂજાનો ઉલ્લેખ મળે છે. એવા ત્રણ અભિલેખોમાં કહેવામાં આવ્યું છે : (1) ઋષભદેવ પ્રસન્ન થાઓ,5 (2) અહંતોની અર્ચના અને (3) અર્હત વર્ધમાનની અર્ચના.