________________
જૈન ધર્મ સાર સંદેશ સમુદ્રમાં ડૂબકી લગાવીને આચાર્યો અને વિદ્વાનોના અમોલખ વિચારોને, જે અનેક પ્રાચીન અને નવીન જૈન ગ્રંથોમાં મોતીઓની સમાન વિખેરાયેલા પડ્યા હતા, એકત્રિત કરીને તથા તેમને એકસૂત્રમાં પરોવીને વાચકોની સામે પ્રસ્તુત કરવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રમાણે આ પુસ્તકની સામગ્રી મુખ્યત્વે જૈન આચાર્યો અને વિદ્વાનોની છે. આ પુસ્તકના લેખકે ફક્ત આ સામગ્રીને એકત્રિત કરીને એને એક વિશેષ રૂપથી સજાવ્યા છે અને એને પોતાના દોરામાં પરોવીને જૈન ધર્મના મોતીઓની આ નવીન માળા તૈયાર કરી છે.
આ વિષયો કેટલા મહત્ત્વ પૂર્ણ છે અને આ પુસ્તકથી આ વિષયોને સમજવામાં કેટલી સહાયતા મળે છે – એનો નિર્ણય તો વાચક સ્વયં કરી શકશે. અહીં જૈન ધર્મની કોઈ નવી વ્યાખ્યા કરવાની કોશીષ કરવામાં આવી નથી, બલકે જૈન ધર્મના એક આધ્યાત્મિક પક્ષને એક વિશેષ દ્રષ્ટિકોણથી પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવેલા વિચારોની પુષ્ટિ અનેક જૈન ગ્રંથોના અવતરણો દ્વારા કરવામાં આવી છે જેમાં એમની પ્રમાણિકતામાં કોઈ સંદેહ ન રહે.
આ પુસ્તકમાં વિષયોની પસંદગી, જેવી કે એની વિષયસૂચી દ્વારા સ્પષ્ટ છે, આધ્યાત્મિક જીજ્ઞાસુઓ અને સાધકોના વ્યવહારિક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. એટલા જૈન ધર્મના કેટલાક સૈદ્ધાંતિક વિષયોનું વિવેચન અહીં ગ્રંથ-વિસ્તારના ભયથી કરી શકાયું નથી.
આશા છે કે આ પુસ્તક પરમાર્થના જીજ્ઞાસુઓ અને સાધકો માટે ઉપયોગી સિદ્ધ થશે અને સામાન્ય વાચકો પણ એના દ્વારા યથેષ્ટ લાભ ઊઠાવી શકશે.
ડૉ. કાશીનાથ ઉપાધ્યાય સેવાનિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ દર્શન વિભાગ, હવાઈ વિશ્વવિદ્યાલય અમેરિકા