________________
17
એનાથી ખબર પડે છે કે જૈન ધર્મની પ્રવૃત્તિ હંમેશાંથી વેર–વિરોધથી દૂર રહેવાની રહી છે.
પ્રસ્તાવના
આ મનુષ્ય જીવન અત્યંત દુર્લભ છે. એને પ્રાપ્ત કરવાનો લાભ એ જ છે કે આપણે પોતાના આત્માના સ્વરૂપને ઓળખીને મોક્ષની પ્રાપ્તિ કરી લઈએ. સગ્રંથો વાંચવાથી એના માટે પ્રેરણા પ્રાપ્ત થાય છે અને સાથે-સાથે આધ્યાત્મિક વિષયોની કંઈક જાણકારી પણ મળે છે. પરંતુ માત્ર એનાથી આપણું કામ પૂરું થતું નથી. આપણને કોઈ મુકતાત્મા કે સદ્ગુરુ પાસેથી મોક્ષ-માર્ગનો ઉપદેશ ગ્રહણ કરીને આત્મજ્ઞાન માટે આંતરિક સાધના કરવાની આવશ્યકતા હોય છે. ત્યારે જ આત્માનુભવ કે સત્યની પ્રાપ્તિ થઈ શકે છે. સત્ય તે નથી જેને આપણે કોઈ અંધપરંપરાના આધારે કે બીજાની દેખાદેખી માની બેસીએ છીએ. સત્ય તો તે છે જેનો આપણે સ્વયં પોતાના અંતરમાં સાક્ષાત્ અનુભવ પ્રાપ્ત કરીએ છીએ. આ અનુભવથી પ્રાપ્ત જ્ઞાનને આપણે પરોપકારની ભાવનાથી બીજાઓને પ્રેમપૂર્વક સમજાવી શકીએ છીએ. પરંતુ કયારેય પણ કોઈના ઉપર પોતાના વિચારોને થોપવા કે કોઈ સાથે અનાવશ્યક વાદ-વિવાદ કરવાની કોશિશ કરવી વ્યર્થ અને અનુચિત છે. પોતાના હૃદયમાં દયા અને પ્રેમની ભાવના રાખનારો આત્મજ્ઞાની મનુષ્ય કોઈની સાથે વેર-વિરોધ કે ઝઘડો કરી પણ કેવી રીતે શકે?
જૈન ધર્મનું સાહિત્ય ખૂબ વિશાળ છે. અનેક પ્રાચીન પ્રાકૃત અને સંસ્કૃત ગ્રંથો સિવાય હિન્દી ભાષા તથા કોઈ અન્ય ભારતીય ભાષાઓમાં પણ જૈન ધર્મના ઘણા બધા અનુવાદ અને સ્વતંત્ર ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા છે. પરંતુ આજના વ્યસ્ત સમાજમાં લોકો પાસે આ ગ્રંથો વાંચવાનો અને એમના પર ઊંડાણપૂર્વક વિચાર કરવાનો સમય નથી. આધ્યાત્મિક જ્ઞાનના અભાવમાં આજના સમાજમાં ભૌતિકતા અને ભોગવૃત્તિ વધતી જઈ રહી છે જેનાથી સાચા સુખ અને શાંતિની આશા દૂર થતી જઈ રહી છે.
પ્રાચીન સંતો, મહાત્માઓ અને તીર્થંકરોએ ઊંડી આત્મસાધના દ્વારા જે સત્યની પ્રાપ્તિ કરી હતી અને જેનાથી તેમને સાચા સુખ અને શાંતિની પ્રાપ્તિ થઈ હતી તેની આજે પણ તેટલી જ આવશ્યકતા છે જેટલી પહેલાં ક્યારેક હતી. એટલા માટે જૈન ધર્મની સાર શિક્ષાને સરળ, સંક્ષિપ્ત અને વ્યવહારિક રૂપે પ્રસ્તુત કરવાનો વિચાર કરવામાં આવ્યો. આ ઉદ્દેશ્યથી જૈન સાહિત્યના અથાગ