________________
16
જૈન ધર્મ સાર સંદેશ અથવા સ્વતંત્ર પણ કહી શકાય છે. જૈન ધર્મના સાચા અનુયાયી આ નામોના ઝઘડાઓમાં પડતા નથી. તેઓ પોતાને આ શબ્દ-જાળથી અલગ રાખીને કોઈપણ નામથી ઓળખાયેલા તે માર્ગદર્શક અઈ દેવ કે સદ્ગુરુના ઉપદેશને ભક્તિ-ભાવ સાથે ગ્રહણ કરે છે અને તે ઉપદેશ અનુસાર પોતાના ચિત્તને તેમના ધ્યાનમાં લીન કરવાનો પ્રયત્ન કરે છે. જૈન ધર્મની આ ઉદાર ભાવના તરફ સંકેત કરતાં શ્રી જુગલ કિશોર “મુખ્તારે ખુબ જ સુંદર રીતે કહ્યું છેઃ
જેણે રાગદ્વેષ કામાદિક જીત્યા, સર્વ જગ જાણી લીધું, સર્વ જીવોને મોક્ષમાર્ગનો, નિઃસ્પૃહ થઈ આપ્યો ઉપદેશ. બુદ્ધ, વીર, જિન, હરિ, હર, બ્રહ્મા કે કહો તેને સ્વાધિન,
ભક્તિ ભાવથી થઈ પ્રેરિત, આ ચિત્ત રહો તેમાં લીન
પોતાના વિચારો અને કથનોને વ્યાપક અને સર્વાગી બનાવવા માટે જેના ધર્મ સ્યાદ્વાદના સિદ્ધાંતને પ્રસ્તુત કરે છે. આ સિદ્ધાંત અનુસાર પોતાના વિચારો, દષ્ટિકોણ અને કથનોને ઉદાર, નિષ્પક્ષ અને સર્વગ્રાહી (બધા જ મતોને સામેલ કરનાર) બનાવવા અને એમને સંકીર્ણતા, હઠધર્મિતા અને પક્ષપાતથી દૂર રાખવાં જરૂરી છે. સાંપ્રદાયિકતાના સંકુચિત વિચારો અને પરસ્પર મતભેદથી થનારા વેર-વિરોધ અને ઝઘડાઓથી પોતાને ઉપર ઊઠાવી રાખવામાં આ સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી સિદ્ધ થાય છે. એને સમજાવતાં આચાર્ય શ્રી આત્મરામજી મહારાજ કહે છેઃ
આ (જૈન) દર્શન... પદાર્થોના સ્વરૂપનું સ્યાદ્વાદની શૈલીથી વર્ણન કરે છે, કારણ કે જો સાપેક્ષિક ભાવથી પદાર્થોના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે ત્યારે કોઈપણ વિરોધને રહેવાનું સ્થાન ઉપલબ્ધ રહેતું નથી.
પોતાના ગ્રંથ શ્રી જૈનતત્ત્વ કલિકા વિકાસ ને લખવાનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શાવતાં તેઓ કહે છેઃ
મારા અંતઃકરણમાં ચિરકાળથી એ વિચાર વિદ્યમાન હતો કે, એક ગ્રંથ એ પ્રકારે લખવામાં આવે જે પરસ્પર સાંપ્રદાયિક વિરોધથી સર્વથા વિમુક્ત હોય.