________________
પ્રસ્તાવના
15 જ્ઞાનને ઊંચુ કે નીચું હોવાનો નિર્ણય કેવી રીતે કરી શકે? જમીન પર બેઠેલો મનુષ્ય આકાશના અનેક તારાઓમાંથી ભલા કેવી રીતે કોઈ એકને સૌથી મોટો, સૌથી ઊંચો અને સૌથી વધુ પ્રકાશવાન બતાવી શકે? જમીન પર ચાલનારી કીડી ભલા પહાડના ઊંચા-ઊંચા શિખરોમાંથી કોઈ એકને સૌથી ઊંચું હોવાનું સાચું અનુમાન કેવી રીતે લગાવી શકે?
પ્રાચીન સંતો, મહાત્માઓ કે તીર્થકરોએ પોતાની કઠિન સાધના દ્વારા પોતાના આત્માના સ્વરૂપને ઓળખ્યું અને દયાપૂર્વક જીવોના કલ્યાણ માટે એ સમજાવ્યું કે આ આત્મા જ જીવનનો સાર છે. આ જ સમસ્ત જ્ઞાન અને આનંદનો ભંડાર છે. પોતાના આત્માના સાચા સ્વરૂપને ઓળખવું એ જ ધર્મ છે અને આ ધર્મ જ મોક્ષનું સાધન છે. પોતાના સ્વરૂપને ઓળખીને આત્મા પરમાત્મા બની જાય છે. એનાથી સ્પષ્ટ છે કે ધર્મ પોતાની રીતે ખરાબ નથી. એ તો આત્માને પવિત્ર કરનારો અને એને હંમેશ માટે સુખ-શાંતિ પ્રદાન કરનારો છે. પરંતુ પોતાની ખરાબ ભાવનાઓ, દ્વેષપૂર્ણ ઇરાદાઓ અને દૂર કર્મો દ્વારા મનુષ્યોએ એને બદનામ કરી રાખ્યો છે.
સઘળા જૈન તીર્થકરો અને આચાર્યોએ આત્મતત્ત્વને જ ઓળખવાનો ઉપદેશ આપ્યો છે. આત્મા રાગ-દ્વેષ, મોહ વગેરે વિકારોને કારણે પોતાને શરીર, ઈન્દ્રિયો વગેરેથી વિભિન્ન સમજી શકતો નથી અને આ કારણે હંમેશાં દુઃખ ભોગવતો રહે છે. આ રાગ-દ્વેષ, મોહ, કામ, ક્રોધ, માન વગેરે વિકારો પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરીને પોતાના આત્માના અનંત જ્ઞાનમય અને આનંદમય સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરી લેનારાઓને “જિના(વિજેતા) કહે છે અને જે જિન”ના બતાવેલા માર્ગ પર ચાલે છે તેમને જૈન કહેવામાં આવે છે. અનેક સમયે અને અનેક સ્થળોએ આવેલા અનેક જૈન તીર્થકરો અને આચાર્યોએ કોઈ ભેદભાવ વિના બધાને હંમેશાં સમાનરૂપે આત્મતત્ત્વનો અનુભવ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપ્યો છે. તેઓ પોતાના ઉપદેશને કોઈ ચાર દિવાલોમાં બંધ કરતા નથી. તેઓ કોઈ નવો ધર્મ, સંપ્રદાય કે મજહબ બનાવતા નથી. સત્યનો અનુભવ પ્રાપ્ત કરી તેની જાણકારી આપનારા આ મહાપુરુષોને જૈન ધર્મ અનુસાર જિન, મહાવીર, અહંત, બુધ્ધ, બ્રહ્મ, હરિ, દેવ, પરમાત્મા વગેરે અનેક નામોથી સંબોધિત કરી શકાય છે. અથવા તેમને આ બધા નામોથી પર