________________
જૈન ધર્મ સાર સંદેશ પંથ અને પંથના કર્મકાંડોમાં છે; સિદ્ધાંતો અને સત્ય વચનોમાં નથી. સત્યના સાક્ષાત્કારની અનુભૂતિ સર્વની એક સરખી છે. અતઃ “ધર્મના નામ પર થઈ રહેલા ઝઘડાઓ સત્ય અને સિદ્ધાંત પર આધારિત નથી, પરંતુ નિજી સ્વાર્થ અને લોકોને ભ્રમિત કરવાની ભાવનાથી પ્રેરિત છે.'
જો કોઈ પણ ધર્મના મૂળમાં જઈને તેના મૂળ સિદ્ધાંતો પર વિચાર કરીએ તો આપણને સમજાશે કે બધા ધર્મ સમાનરૂપથી મનુષ્યને પોતાના કલ્યાણનો માર્ગ બતાવે છે. સાચા સંત-મહાત્મા ધર્મની પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીને પોતાનું કલ્યાણ કરે છે અને પછી બધાને પોતાના જ સમાન સમજીને તેમના હિત માટે તેમને પણ તે જ ધર્મનો ઉપદેશ આપે છે. પરંતુ જો આપણે ધર્મના મર્મને સમજીએ જ નહીં અને બાહ્ય ક્રિયાઓ અને કર્મકાંડને જ ધર્મ માની લઈએ તો તે આપણી પોતાની ભૂલ છે. જો કોઈ વ્યકિત કોઈ ફળના ગરને ફેંકીને તેની બહારની છાલને જ બધું માની લે તો તેને ન તે સ્વાદિષ્ટ ફળનો સ્વાદ મળશે અને ન તો સંતોષ થશે. એવી જ રીતે જો કોઈ અન્નને છોડીને ભૂસાને જ સાર તત્ત્વ માની લે અથવા હીરા-ઝવેરાતને છોડીને તેમના ડબ્બાઓને જ ગળામાં લટકાવીને ફરે તો એ તેની નરી મૂર્ખતા છે.
સમય-સમય પર આવનારા વિભિન્ન સંતો અને મહાત્માઓએ સત્યનો સાક્ષાત્ અનુભવ પ્રાપ્ત કરીને ધર્મના સંબંધમાં જે ઉપદેશ આપ્યો હતો તે મૂળરૂપે એકરૂપ હતો. પરંતુ સમય, સ્થાન અને પરિસ્થિતિ અનુસાર તેમણે તેને વિભિન્ન ઢંગથી વિભિન્ન ભાષાઓમાં સમજાવ્યો હતો. પાછળથી આવનારા ધર્મના રખેવાળોએ, જેમને સત્યનો સાક્ષાત્ અનુભવ ન હતો, ધર્મના મૂળ તત્ત્વ પર ધ્યાન ન આપતાં વિભિન્ન પરિસ્થિતિઓથી ઉત્પન્ન બાહ્ય ક્રિયાઓ, રીતિ-રિવાજો અને કર્મકાંડ પર ભાર આપવાનું શરૂ કરી દીધું અને પોત-પોતાના સમયના મહાત્માને સૌથી મોટા કે શ્રેષ્ઠ બતાવીને પોત-પોતાનો અલગ ધર્મ કે સંપ્રદાય બનાવી લીધો. પછીથી તેઓ એકબીજા સાથે વેર-વિરોધ કરીને આપસમાં લડવા-ઝઘડવા લાગ્યા. અહીં એ વિચાર કરવા જેવી વાત છે કે જેને પોતાને જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી અથવા જેમનું જ્ઞાન માત્ર કેટલાક સાંસારિક વિષયો સુધી જ સીમિત છે તે મહાન સંતો અને મહાત્માઓના આધ્યાત્મિક