________________
પ્રસ્તાવના
દુનિયાનો ઇતિહાસ બતાવે છે અને હાલના દિવસોની પરિસ્થિતિઓથી પણ ખબર પડે છે કે ધર્મના નામ પર જેટલો અત્યાચાર થયો છે અને અત્યારે થઈ રહ્યો છે, તેટલો કદાચ અન્ય કોઈ ચીજ માટે થયો નથી. એને જોઈને લોકોને ધર્મથી અરુચિ થતી જાય છે. તો પછી જૈન ધર્મ કે કોઈ પણ અન્ય ધર્મના સંબંધમાં કશું લખવાનું કે વિચાર કરવાનું પ્રયોજન જ શું છે?
અહીં શરૂઆતમાં સમજી લેવું આવશ્યક છે કે ધર્મના નામે થનારા અત્યાચારનું વાસ્તવિક કારણ ધર્મ નથી. જો કોઈ સાધુ કે ગુરુનો વેશ ધારણ કરીને અને બાહ્ય રીતે તેમની નકલ કરીને લોકોને ગતો ફરે તો એનાથી સાધુ કે ગુરુનું પદ તો ખરાબ થઈ જતું નથી. ધર્મ કોઈને બૂરાઈ તરફ લઈ જતો નથી. પરંતુ જ્યારે મનુષ્ય પોતાની માનવતા ભૂલીને પશુથી પણ નીચ વૃત્તિવાળો બની જાય છે ત્યારે તે ધર્મ જેવી પવિત્ર ચીજને પણ અધર્મનું રૂપ આપીને પોતાની અને માનવ-સમાજની સાથે ઘોર અત્યાચાર કરે છે.
અંધવિશ્વાસ, પૂર્વાગ્રહ કે પક્ષપાતના કારણે મનુષ્ય જૂઠને પણ સત્ય માની શકે છે. જૂઠ અનેક હોઈ શકે છે, પરંતુ સત્ય હમેશાં એક જ હોય છે. ભલે ને સમય, પરિસ્થિતિ કે આવશ્યકતા અનુસાર આપણે એમના અનેક પાસાઓ પર વિચાર કરીએ અથવા ભાર મૂકીએ. આ એક સત્ય પર આધારિત ધર્મ પણ એક જ હોઈ શકે છે, ભલેને વિભિન્ન સમય અને પરિસ્થિતિઓમાં એના અનેક પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હોય. આ સંબંધમાં જૈન, બધ્ધ, યોગદર્શન તથા અનેક આધુનિક ધ્યાન અને સમાધિની વિધિઓના ઊંડા અને તુલનાત્મક અધ્યયન અને અનુભવના આધારે રણજીતસિંહ કૂમટે ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું છેઃ
ધર્મ એક છે, સનાતન છે, સાર્વજનિક (સર્વ સાથે સંબંધ રાખનાર) છે, બધા માટે છે અને મંગળકારી છે. ભેદ માત્ર સંપ્રદાય અથવા