________________
જૈન ધર્મઃ સાર સંદેશ જ અમર આત્મતત્ત્વને ઓળખવાનો ઉપદેશ આપે છે. જે ભાગ્યશાળી જીવ આત્માની ઓળખ કરી લે છે, તે પરમાત્મા બની જાય છે.
આ પુસ્તકના લેખક ડૉ. કાશીનાથ ઉપાધ્યાય ભારતીય દર્શનના એક વિખ્યાત વિદ્વાન છે, જેમણે લગભગ 18 વર્ષ સુધી ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અને 25 વર્ષ સુધી અમેરિકાના હવાઈ વિશ્વવિદ્યાલયમાં ભારતીય દર્શનનું ઉચ્ચસ્તરીય અધ્યાપન અને સંશોધનનું કાર્ય કર્યું છે. દર્શન અને આધ્યાત્મ સંબંધી વિષયો પર એમના કેટલાય પુસ્તકો પ્રકાશિત છે. પ્રસ્તુત પુસ્તકમાં એમણે જૈન ધર્મના વિશાળ સાહિત્યમાંથી આવશ્યક સામગ્રી એકત્રિત કરીને જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો અને તેના આચાર, વિચાર તથા વિશેષ રૂપે મોક્ષ-પ્રાપ્તિના સાધનોથી સંબંધિત વિષયોને સરળ અને પ્રમાણિક રૂપે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકમાં એમણે એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જૈન ધર્મ કોઈ વ્યકિત, વર્ગ, સંપ્રદાય અથવા જાતિનો ધર્મ નથી પરંતુ આ બધા પ્રકારની સંકીર્ણતાઓથી ઉપર ઊઠીને બધા મનુષ્યોને સમાન રૂપે કલ્યાણનો માર્ગ બતાવે છે.
12
આશા છે કે આ પુસ્તક સાચા જીજ્ઞાસુઓ, સાધકો અને સર્વ સાધારણ વાચકો – બધા માટે ઉપયોગી સિદ્ધ થશે અને બધા એના નિષ્પક્ષ અધ્યયન દ્વારા પોતાના આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત કરશે.
ડેરા બાબા જેમલસિંહ, જિલ્લા અમૃતસર, પંજાબ મે-2010
જે.સી. સેઠી,
સેક્રેટરી,
રાધાસ્વામી સત્સંગ બ્યાસ