________________
માનવ-જીવન
145
નિયમ જોઈને બુધજનોએ જન્મ-મરણના અવસરો પર હર્ષ-શોક શું કરવો જોઈએ? નહીં કરવો જોઈએ-તેમણે વસ્તુ સ્વરૂપનો વિચાર કરીને હૃદયમાં સમતા ભાવ ધારણ કરવો જોઈએ.19
મનુષ્યની આયુ અને શકિત પ્રતિક્ષણ ઘટતી જાય છે. એટલા માટે પોતાના હિતની ચાહ રાખનારા મનુષ્ય માટે ઉચિત છે કે પોતાના ક્ષણિક જીવનનો સદુપયોગ સમય રહેતાં કરી લે, જેવું કે જેનામામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
આરોગ્ય, આયુ, બળ-વીર્ય અને ધન-ધાન્યાદિના સમુદાય એ બધાં ચંચળ છે, અનિયત અને ક્ષણભંગુર છે. જ્યાં સુધી આ બધાનો સુયોગ પ્રાપ્ત છે, ત્યાં સુધી આત્મ-હિતના કાર્યરૂપ ધર્મમાં મારે સર્વ પ્રકારથી ઉદ્યમ કરવો જોઈએ.20
મૃત્યુ કોઈને પણ છોડતું નથી. રાજા-રક-બધાએ એક દિવસ સંસારમાંથી જવું જ પડે છે. એટલા માટે આપણે સદા પોતાના મૃત્યુનો ખ્યાલ રાખીને શીઘમાં શીધ્ર પોતાનું પારમાર્થિક કાર્ય પૂરું કરી લેવું જોઈએ. એ બતાવતાં કે મૃત્યુથી કોઈ બચી શકતું નથી. ભૂધરદાસ કહે છેઃ
રાજા રાણા છત્રપતિ, હાથીઓના સવાર, મરવું સૌએ એક દિન, પોત-પોતાના વરે.
આ જાણતા હોવા છતાં કે આ ક્ષણભંગુર શરીરનો કોઈ ભરોસો નથી, આપણે પોતાના પારમાર્થિક કાર્યને પૂરું કરવામાં જરા પણ ઢીલ રાખવી જોઈએ નહીં. આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. આ જ વાતોની યાદ અપાવતાં ચંપક સાગરજી મહારાજ આપણને પોતાની સાધનામાં પૂરી રીત તત્પર રહેવા માટે ચેતવે છે. તેઓ કહે છેઃ
ક્ષણભંગુર આ દેહનો, કરવો શું વિશ્વાસ, કુટિલ કાળ કરશે જ, કાયાનો જ વિનાશ. સમય જરા પણ છે નહીં, આયુષ્યનો વિશ્વાસ, રાજા-રક જીવો બધા, ક્ષણમાં પામે નાશ.22