________________
144
જૈન ધર્મઃ સાર સંદેશ
અનુસાર પોત-પોતાની ગતિઓમાં ચાલ્યાં જાય છે. જ્યારે સંસારની આ દશા છે ત્યારે હે આત્મન્, એમનામાં મોહ કેવો? અને તેમનામાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી રાગ-દ્વેષ કેવો?7
આ પ્રમાણે આચાર્ય પદ્મનંદિ પણ માનવ-જીવનની અસ્થિરતા અથવા અનિત્યતાને સમજાવવા માટે પક્ષી અને ભમરાનું ઉદાહરણ આપતાં કહે છેઃ
જે પ્રમાણે પક્ષી એક વૃક્ષથી ઊડીને બીજા વૃક્ષ પર અને ભમરાઓ એક ફૂલથી ઊડીને બીજા ફૂલ પર જઈ બેસે છે, તે જ પ્રમાણે આ જીવો સંસારમાં નિરંતર એક ભવ (જન્મ)ને છોડીને બીજો ભવ ધારણ કરતાં રહે છે. આ પ્રમાણે જીવોની અસ્થિરતાને, કોઈપણ એક સ્થાન પર સ્થિર ન રહેવાની પરિણતિને - જાણીને જેઓ સુબુધજન (સુવિજ્ઞ અથવા જ્ઞાનીજન) છે, તેઓ પ્રાયઃ કોઈના પણ જન્મ લેવા પર હર્ષ અને મરવા પર શોક કરતા નથી.18
પ્રતિદિન સૂર્યનો ઉદય અને અસ્ત થવા તથા પત્ર, ફૂલ અને ફળના વૃક્ષો પર લાગવાના અને પછી ખરવાના ઉદાહરણો દ્વારા પણ આચાર્ય પદ્મદિ મનુષ્ય-જીવનની અસ્થિરતા અથવા અનિત્યતાની તરફ આપણું ધ્યાન દોરે છે. તેઓ કહે છેઃ
જે પ્રમાણે સૂર્ય પ્રાતઃકાલ ઉદયને પ્રાપ્ત થાય છે અને પોતાનો સમય પૂરો કરીને અસ્ત થઈ જાય છે – છુપાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વ પ્રાણીઓના આ દેહ છે જે ઉપજે છે અને આયુ પૂરી થઈ જતાં નાશ પામે છે. આવી સ્થિતિ હોવા છતાં જો કાળ પામીને પોતાનો કોઈ પ્યારો સંબંધી મરી જાય છે, તેના પર કોણ એવો સુબુદ્ધજન છે જે શોક કરે છે? બુદ્ધિમાન તો કોઈપણ શોક કરી શકતો નથી, બહિરાત્મ દૃષ્ટિ મૂજન જ શોક કર્યા કરે છે.
જે પ્રમાણે પત્ર, ફૂલ અને ફળ વૃક્ષો પર ઉત્પન્ન થાય છે અને નિશ્ચિત રૂપે નીચે પડે છે - ખરી પડે છે – તે જ પ્રમાણે પ્રાણી કુળોમાં જન્મ લે છે અને પછી મરણને પ્રાપ્ત થાય છે. આ રીતે આ અટલ