________________
146
જૈન ધર્મ સાર સંદેશ આ જ પ્રમાણે ગણેશપ્રસાદ વર્મી પણ આપણને ચેતવતાં કહે છેઃ દેખ દશા સંસારની કેમ નહિ ચેતે ભાઈ,
આખરે ચાલવું પડશે શું પંડિત શું રાય. આ જ વિચારને પ્રગટ કરતાં હુકમચંદ ભારિલ્લ પણ જીવન અને જગતની ક્ષણભંગુરતાને આ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ
જૂઠા જગતનાં સપનાં બધાં, જૂઠી મનની સર્વ આશાઓ, તન-જીવન-યૌવન અસ્થિર છે, ક્ષણભંગુર પળમાં મુરઝાય.
માનવ-જીવનની સાર્થકતા અનંત કાળ સુધી અનેક યોનિઓમાં ભટક્તા રહ્યા પછી ઊંચા ભાગ્યથી આ મનુષ્યજીવન પ્રાપ્ત થાય છે. કેવળ આ જ જન્મમાં મનુષ્ય પોતાના વિવેકનો સદુપયોગ કરીને પોતાનું જીવન સાચા ધર્મની સાધનામાં લગાવી શકે છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આ પ્રમાણે ધર્મની સાધના, આત્મસ્વરૂપનું જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ - એ જ માનવ-જીવનનું લક્ષ્ય છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવાથી જ માનવ-જીવન સફળ અથવા સાર્થક થાય છે.
મોક્ષ-પ્રાપ્તિનો આ દુર્લભ અવસર ખૂબ જ થોડા સમય માટે મળે છે. માનવ-જીવનની આ દુર્લભતા અને ક્ષણિકતાને જે સારી-રીતે સમજી લે છે, તે તરત જ મોક્ષ-પ્રાપ્તિના ઉપાયની ખોજમાં લાગી જાય છે અને સાચા ખોજીને સાચો રાહ મળી જ જાય છે. ગણેશપ્રસાદ વર્ણીએ ખૂબ જ સરળતા અને સ્પષ્ટતાથી આ વાત કહી છે. તેઓ કહે છેઃ
જે મનુષ્ય પોતાના મનુષ્યપણાની દુર્લભતાને જુએ છે તે જ સંસારથી પાર થવાના ઉપાય પોતાની જાતે શોધી લે છે.25
જે મનુષ્ય-જીવનની દુર્લભતા અને એનાથી પ્રાપ્ત કરવામાં આવનારા સર્વોત્તમ લાભને સમજી લે છે, તે ક્યારેય પણ પોતાની સાધનામાં સુસ્તી, પ્રમાદ અથવા લાપરવાહી આવવા દેતો નથી. તે પૂરી તત્પરતાની સાથે પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં લાગી જાય છે. જેનામામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ