________________
અંતર્મુખી સાધના
287 વાસ્તવમાં ધ્યાનના અભ્યાસમાં ગુરુનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. જો આ વિષય પર ઊંડાણથી વિચાર કરીએ કે ધ્યાન કોનું કરવું જોઈએ, અર્થાત્ કોને ધ્યેય બનાવવું કલ્યાણકારી અને ફળદાયક સિદ્ધ થાય છે, અથવા અર્હત્ કે સંત સદ્ગુરુ કોનું ધ્યાન કરવાનો ઉપદેશ આપે છે તો એ ખબર પડશે કે શરૂમાં પોતાના ગુરુના દેહ સ્વરૂપનું અને તેમના દ્વારા આપવામાં આવેલા મંત્રનું, પછી તેમના જયોતિર્મય દિવ્ય સ્વરૂપનું અને અંતમાં તેમના રંગ-રૂપ-આકાર-રહિત પરમાત્માસ્વરૂપનું ધ્યાન કરવું જ સાધક (ધ્યાતા) માટે સૌથી ઉપયુક્ત (યોગ્ય) અને લાભકારી કહેવામાં આવ્યું છે.
ઉપર ધર્મધ્યાન અને શુક્લધ્યાનના ભેદોના પ્રસંગમાં આપણે જોયું કે તેમના ભેદોનું વિશ્લેષણ વિશેષ રીતે ધ્યાન કરનારા (ધ્યાતા), ધ્યેય અને ધ્યાનની અવસ્થાની મિશ્રિત દષ્ટિએ કરવામાં આવ્યું છે. આ વિશ્લેષણ કે વ્યાખ્યા શાસ્ત્રીય અને બૌદ્ધિક દૃષ્ટિએ બિલકુલ ઉચિત છે. પરંતુ જ્યારે વ્યાવહારિક દૃષ્ટિએ આ વિષય પર વિચાર કરવામાં આવે છે કે ધ્યાન કરનારાએ કોનું કયા રૂપમાં ધ્યાન કરવું જોઈએ ત્યારે ધ્યાનને નીચે આપવામાં આવેલા ચાર ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે. પહેલા બૌદ્ધિક દૃષ્ટિથી પ્રશસ્ત (શુભ) ધ્યાનના બતાવવામાં આવેલા ભેદ અને અત્યારે વ્યાવહારિક દૃષ્ટિથી કરવામાં આવતા ભેદ પરસ્પર એક-બીજાની અંદર આવી જાય છે. વ્યાવહારિક દૃષ્ટિથી કરવામાં આવેલા ચાર પ્રકારના ભેદોને, જેમને ગુરુપ્રસાદ (ગુરુકૃપા)થી જાણવામાં આવે છે, થાણસાર (જ્ઞાનસાર)માં આ પ્રમાણે બતાવવામાં આવ્યા છેઃ
પિડર્ઘ ચ પદસ્થ રૂપસ્થ ગુઅસાદના
અર્થાત્ પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ-ધ્યાનના આ ભેદોને ગુરુ પ્રસાદથી જાણવા જોઈએ. પછી ધ્યાનના એક વધુ ભેદનો ઉલ્લેખ કરતાં આ જ પુસ્તકમાં કહેવામાં આવ્યું છેઃ અન્ય ગ્રંથોમાં રૂપાતીત ધ્યાનનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.