________________
286
જૈન ધર્મ સાર સંદેશ પૂર્ણ જ્ઞાની બની ચૂક્યા હોય. બીજા શબ્દોમાં, માત્ર આઈ દેવ અથવા સાચા ગુરુ પાસેથી જ ધ્યાનની પૂરી જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. તેઓ જ આપણા મન, વચન અને કાયાની શુદ્ધિના ઉપાયો તથા ધ્યાનના બધા ભેદો અને તેમના અભ્યાસની પૂરી વિધિને વિસ્તારપૂર્વક અને સ્પષ્ટતાની સાથે સમજાવી શકે છે. એટલા માટે સ્વામી પડ્મનંદિ કહે છેઃ
યોગતો હિ લભતે વિબંધનમ્ યોગતોપિ કિલ મુચ્યતે નરઃ | યોગવર્ભ વિષમ ગુરાર્ગિરા બોધ્યમતદખિલ મુમુક્ષુણા |
અર્થાત્ યોગ (મન, વચન અને કાયની ક્રિયાઓ)ને અશુદ્ધ રાખવાથી કર્મો સાથે બંધ(બંધન) થાય છે તથા શુદ્ધ યોગથી અવશ્ય આ માનવ કર્મોથી છુટી જાય છે. જો કે ધ્યાનનો માર્ગ કઠિન છે તો પણ જે મોક્ષ ચાહનારો છે તેણે ગુરુના વચનોથી આ સર્વ (સમસ્ત) ધ્યાનના માર્ગને સમજી લેવો જોઈએ.47
શાળસાર (જ્ઞાનસાર)માં પણ વારંવાર કહેવામાં આવ્યું છે કે ગુરુ પ્રસાદ (ગુરુ કૃપા)થી જ ધ્યાન તથા તેના બધા ભેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. ઉદાહરણ માટે, એ બતાવતાં કે આ વિષયનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે જ્ઞાનસારમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જ્ઞાન જિને ભણિત, સ્ફટાર્થવાદિભિઃ વિગતલેપઃ |
તદેવ નિસ્સેદેહ, જ્ઞાતવ્ય ગુરુપ્રસાદેન * અર્થ-જિન, અર્થાત્ જિતેન્દ્રિય સંતરૂપ ગુરુ દ્વારા, જેઓ કર્મોથી નિર્લિપ્ત હોય, તથા સત્યનો સ્પષ્ટ રીતે ઉપદેશ કરતા હોય, જ્ઞાનને સંદેહ રહિત થઈને ગુરુપ્રસાદ (ગુરુકૃપા) દ્વારા જાણવું જોઈએ.
ધ્યાનના ભેદોને જાણવા અને તેમનો અભ્યાસ કરવાના પ્રસંગમાં પણ ગુરુપ્રસાદનો જ ઉલ્લેખ કરતાં આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છેઃ
ધ્યાનના આ ભેદોને ગુરુના પ્રસાદથી જાણવા અથવા ગુરુના પ્રસાદથી ધ્યાનના ભેદોનો અભ્યાસ કરો.50