________________
અંતર્મુખી સાધના
285
કેવલી થયા બાદ અને શરીર ત્યાગતાં પહેલાનાં થોડા સમયની અંદર જ કેવલી પુરુષ અંતિમ બે શુકલ ધ્યાનોને પૂર્ણ કરે છે અને ત્યારે તેઓ મોક્ષ ધામને પ્રાપ્ત કરે છે.
આર્ત્ત, રોદ્ર, ધર્મ અને શુક્લ નામના ચારેય ધ્યાનોનું ફળ બતાવતાં ાણસાર (જ્ઞાનસાર)માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
આર્તધ્યાનથી જીવની તિર્યક્ (નિમ્ન પશુ-પક્ષીની) ગતિ થાય છે. રોદ્રધ્યાનથી નરકગતિ, ધર્મધ્યાનથી દેવગતિ અને શુક્લધ્યાનથી મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે.46
ગુરુ-મૂર્તિ-ધ્યાન અને મંત્ર-સ્મરણ
મનુષ્ય મન દ્વારા સંચાલિત ઇંદ્રિયોના માધ્યમથી સંસારના બાહ્ય વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને તેનું જ્ઞાન સાધારણ રીતે તે જ વિષયો સુધી સીમિત રહે છે. ઇંદ્રિયો કેવળ બહાર જ કામ કરવાની ક્ષમતા રાખે છે. એટલા માટે મન અને ઇંદ્રિયોની દોડ સદા બહાર જ લાગેલી રહે છે. કેવળ આ બાહ્ય અથવા ઉપરના જ્ઞાનના આધારે મનુષ્ય સંસારી, અર્થાત્ પરમાર્થની દૃષ્ટિએ અનાડી, બનેલો રહે છે. તે સદા સાંસારિક વિષયભોગોની પ્રાપ્તિના પ્રયત્નમાં લાગેલો રહે છે અને પોતાનું આખું જીવન અનુચિત અને અનાવશ્યક કાયિક, વાચિક અને માનસિક કર્મોમાં ફસાઈને જ ગુમાવી દે છે. તે જાણતો નથી કે તેના શરીરની અંદર જ સાચા જ્ઞાન અને આનંદનો અનંત ભંડાર ભરેલો પડ્યો છે. ઇંદ્રિયોની બાહ્ય દોડને બંધ કરવા અને મનને અંતરમાં એકાગ્ર કરવાથી જ તે અંતર્મુખી બની શકે છે અને અંતર્મુખતાથી જ ધ્યાનની શરૂઆત થાય છે. ધ્યાનના વિકાસ દ્વારા જ પૂર્ણ જ્ઞાન કે સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે અને પૂર્ણ જ્ઞાન દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન ધ્યાન જ છે. આ ધ્યાન દ્વારા પ્રાપ્ત જ્ઞાનના આધારે જ જ્ઞાનીજનોએ આગમ અથવા સગ્રંથોની રચના કરી છે. આ ધ્યાનના સંબંધમાં સાચી અને સમસ્ત જાણકારી માત્ર તેઓ જ આપી શકે છે જેઓ સ્વયં ધ્યાનનો અભ્યાસ કરીને