________________
284
જૈન ધર્મઃ સાર સંદેશ
આ ચાર ધ્યાનોના આદિના બે શુક્લ ધ્યાનોમાં પ્રથમ શુક્લ ધ્યાન વિતર્ક, વિચાર અને પૃથક્ત્વસહિત છે. એટલા માટે એનું નામ પૃથકત્ત્વવિતર્ક વિચાર છે અને બીજું એનાથી વિપર્યસ્ત (વિપરીત) છે. બીજું શુક્લ ધ્યાન વિતર્ક સહિત છે, પરંતુ વિચાર રહિત છે અને એક્ત્વ પદથી લાતિ છે અર્થાત્ સહિત છે. એટલા માટે એનું નામ મુનિઓએ એકત્વવિતકાં-વિચાર (એકત્વ વિતર્ક અવિચાર) કહ્યું છે. આ ધ્યાન અત્યંત નિર્મળ છે. ત્રીજા શુક્લ ધ્યાનનું સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ એવું સાર્થક નામ છે. એમાં ઉપયોગની (ચેતના સહિત થનારી મન અને વચનની) ક્રિયા નથી. પરંતુ કાયકી ક્રિયા વિદ્યમાન છે. આ કાયકી ક્રિયા ઘટતી-ઘટતી જ્યારે સૂક્ષ્મ રહી જાય છે ત્યારે આ ત્રીજું શુક્લ ધ્યાન થાય છે, અને એનાથી એનું સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ (સૂક્ષ્મ ક્રિયા અનિવૃતિ) એવું નામ છે અને આર્ય પુરુષોએ ચોથા ધ્યાનનું નામ સમુચ્છિન્નયિ અર્થાત્ વ્યુપરતક્રિયાનિવૃત્તિ એવું કહ્યું છે. એમાં કાયકી ક્રિયા પણ મટી જાય છે.43
બધાં કર્મોનો નાશ ધ્યાન દ્વારા જ થાય છે. આદિપુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
ઉત્તમ ધ્યાનથી જ કર્મોનો ક્ષય થાય છે. જે પ્રમાણે મંત્રની શક્તિથી સમસ્ત શરીરમાં વ્યાપેલું વિષ ખેંચી લેવામાં આવે છે તે જ પ્રમાણે ધ્યાનની શક્તિથી સમસ્ત કર્મરૂપી વિષ દૂર હટાવી દેવામાં આવે છે.44
સમસ્ત કર્મોના હટી જવાથી કેવલી પુરુષને લોક અને અલોકનું પૂર્ણ જ્ઞાન થઈ જાય છે. તેમના જ્ઞાનની ગહનતા અને ગૂઢતા યોગીશ્વરો માટે પણ અગમ્ય છે. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
તે જ્ઞાન અને દર્શન બન્ને અલબ્ધપૂર્વ છે, અર્થાત્ પહેલાં ક્યારેય પ્રાપ્ત થયાં ન હતાં. તેથી તેમને પામીને, તે જ સમયે તે કેવલી ભગવાન સમસ્ત લોક અલોકને યથાવત્ જુએ અને જાણે છે. તે સર્વજ્ઞ ભગવાનના પરમ ઐશ્વર્ય, ચારિત્ર અને જ્ઞાનને જાણવું અને કહેવું મોટા-મોટા યોગીઓ માટે પણ અગોચર છે.45