________________
283
અંતર્મુખી સાધના
કરનાર પોતાના શરીરની અંદર કર્મરહિત જ્યોતિર્મય પુરુષસ્વરૂપ અતિ નિર્મલ આત્માનું ચિંતવન કરે.
ધર્મ ધ્યાન દ્વારા આત્માને શુદ્ધ કરીને ધ્યાતા શુકલ ધ્યાનમાં પ્રવેશ કરે છે. વિકારો દૂર થઈ જતાં આત્માનું સ્વરૂપ નિર્મળ, પવિત્ર અને સ્વચ્છ (શુક્લ) થઈ જાય છે. તે નિર્મળ આત્મા દ્વારા કરવામાં આવનારા ધ્યાનને શુક્લ ધ્યાન કહે છે, જેવું કે જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
પુરુષોના (ક્રોધ, માન, માયા, લોભ આદિ) કષાયરૂપી મળનો ક્ષય (નષ્ટ) થવાથી અથવા ઉપરામ (શાંત) થવાથી આ શુક્લ ધ્યાન થાય છે. એટલા માટે તે ધ્યાનને જાણનારા આચાર્યોએ તે શબ્દની વ્યુત્પત્તિ અનુસાર તેનું “શુક્લ’ એવું સાર્થક નામ રાખ્યું છે.12
એના પૃથ–વિતર્ક, એકત્વવિતર્ક, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને સુપરતક્રિયાનિવૃતિ નામના ચાર ભેદ છે. એમનામાંથી પ્રથમ બે શ્રુતજ્ઞાન અર્થાત્ આગમ અથવા પ્રામાણિક સૉંથોનો આધાર લઈને કરવામાં આવે છે, પરંતુ અંતના બે શુક્લ ધ્યાનમાં કોઈ આલંબન કે આધાર હોતો નથી. તે સર્વજ્ઞ કેવલી અર્થાત્ કેવલી સંત દ્વારા સ્વતઃ કરવામાં આવે છે.
આગમ કે શાસ્ત્રને વિતર્ક કહે છે. પૃથકત્વવિતર્ક નામના ધ્યાનમાં વિતર્કની અનેક પ્રકારતા (પૃથત્વ) રહે છે. વિતર્કની અનેકતા હોવાને કારણે વિચારની પણ અનેકતા હોય છે. પરંતુ એકત્વવિતર્ક નામક ધ્યાનમાં વિતર્કનાં એકરૂપ થવાને કારણે વિચાર ઉઠતા નથી અને ધ્યાનમાં એકતા કે નિશ્ચલતા આવી જાય છે. ધ્યાતાનું ધ્યાન એકભાવમાં સ્થિર રહે છે. આ ધ્યાનથી ધ્યાતા કેવલી (સર્વજ્ઞ) બની જાય છે. કેવલી પુરુષદ્રારા કરવામાં આવનારા બે અન્ય ધ્યાનોને, જેવું કે ઉપર કહેવામાં આવ્યું છે, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયાનિવૃતિ કહે છે. સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ ધ્યાનમાં મન અને વચનની ક્રિયા તો શાંત થઈ ચૂકી હોય છે, પરંતુ કાયાની સૂક્ષ્મ ક્રિયા બાકી રહે છે. સુપરતક્રિયાનિવૃત્તિ ધ્યાનમાં કાયાની આ સૂક્ષ્મ ક્રિયા પણ મટી જાય છે અને ધ્યાતા અચળ અને નિષ્કમ્પ થઈને પોતાના ધ્યાનમાં પૂર્ણરૂપે લીન થઈ જાય છે. જ્ઞાનાર્ણવમાં શુક્લ ધ્યાનના આ ચારેય ભેદોને આ પ્રમાણે સમજાવવામાં આવ્યા છેઃ