________________
જૈન ધર્મઃ સાર સંદેશ
પારમાર્થિક માર્ગ પર ચાલનારા સાધકે પોતાના આહાર, વ્યવહાર, આચાર અને વિચારને શુદ્ધ રાખવા અને ગુરુના બતાવેલા સદાચારના નિયમોનું દૃઢતાથી પાલન કરવું અત્યંત આવશ્યક છે. એને સમજાવતા આચાર્ય કુંથુસાગરજી મહારાજ કહે છેઃ
200
આત્માને શુદ્ધ કરનારા આત્માના શુદ્ધ ભાવ છે. જે આત્માનું શરીર શુદ્ધ હોય છે તેના ભાવ પણ શુદ્ધ હોય છે. જેનું શરીર અશુદ્ધ હોય છે તેના ભાવ પણ અશુદ્ધ હોય છે. આ શરીરના બનવા અને વધવામાં જો કારણ સામગ્રી અશુદ્ધ હોય છે તો આ શરીર પણ અશુદ્ધ થાય છે તથા શરીરના બનવા કે વધવાનાં સાધન જો શુદ્ધ હોય છે તો શરીર પણ શુદ્ધ જ હોય છે. મનુષ્ય જે ભોજન કરે છે તે પણ શરીરના વધવાનું કારણ છે. શુદ્ધ શરીર પણ તે મદિરામાં સાદિક અશુદ્ધ પદાર્થોનું સેવન કરવાથી અવશ્ય જ અશુદ્ધ થઈ જાય છે. જ્યાં શરીરની અશુદ્ધતા હોય છે ત્યાં પરિણામો (આંતરિક ભાવો)માં અશુદ્ધતા હોવી સ્વાભાવિક છે. એટલા માટે આ મદિરા માંસાદિકના સેવનને ધર્મનો નાશ કરનાર બતાવ્યું છે.
એના સિવાય આ પદાર્થ અત્યંત ધૃણિત છે, જોવાને યોગ્ય પણ નથી. અનેક જીવોનો ઘાત કરવાથી ઉત્પન્ન થાય છે. એમનું સેવન કરવાથી ક્ષણભર માટે જીભનો સ્વાદ ભલે જ મળી જાય, પરંતુ તે ક્ષણભરનો સ્વાદ અનંત દુઃખોને દેનારો હોય છે. એટલા માટે હે આત્મ! તું એમનું સેવન કરવાનો સર્વથા ત્યાગ કર. એમનો ત્યાગ કરવાથી શરીર પવિત્ર થાય છે અને તેનાથી આત્મા અને તેનો ભાવ પવિત્ર થાય છે.
પ્રથમ તો શ્રેષ્ઠ ગુરુઓનો સમાગમ મળવો જ અતિ કઠિન છે. કોઈ વિશેષ શુભ કર્મના ઉદયથી જ ગુરુઓનો સમાગમ મળે છે. એવા ગુરુઓનો સમાગમ મળી જતાં તથા તેમની પાસેથી નિર્મળ વ્રતોને ગ્રહણ કરી લેતાં પછી તે વ્રતોનું ખૂબ પ્રયત્નોથી પાલન કરવું જોઈએ. તેમનામાં ન તો દોષ લગાવવો જોઈએ અને ન તેમનો ભંગ કરવો જોઈએ. આ પ્રમાણે નિર્દોષ વ્રતના પાલન કરવાથી જ શ્રાવક