________________
ગુરુ
201
જન્મ (સાધકનો જન્મ) કૃતાર્થ ગણવામાં આવે છે. આ પ્રમાણે વ્રત (સદાચાર) પાલનથી મન પણ તે વ્રતોમાં તથા ધર્મ કે શીલ પાલનમાં અત્યંત દઢ થઈ જાય છે. 63
શિષ્ય અધૂરા જ્ઞાનના આધારે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકતો નથી. પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે તેને પૂર્ણ જ્ઞાનની આવશ્યકતા હોય છે. પૂર્ણ જ્ઞાન માત્ર પરમાત્મારૂપ પૂર્ણ જ્ઞાની ગુરુ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એવા પૂર્ણ જ્ઞાની ગુરુનો પૂર્ણ લાભ ઉઠાવવા માટે શિષ્ય પણ પૂરી શુદ્ધતા અને દ્રઢતા સાથે તેમના બતાવેલા ઉપદેશોનું પાલન કરવું આવશ્યક છે. આ વાતની તરફ સંકેત કરતાં હુકમચંદ ભારિલ્લ કહે છેઃ
પરમાત્મા વીતરાગી અને પૂર્ણજ્ઞાની હોય છે, તેથી તેમનો ઉપાસક પણ વીતરાગતા અને પૂર્ણજ્ઞાનનો ઉપાસક હોવો જોઈએ. વિષયકષાય (વિષય-વિકારો)નો અભિલાષી વીતરાગનો ઉપાસક હોઈ જ શકતો નથી.64
ગુરુ સર્વજ્ઞાતા જ નહીં, સર્વદાતા અર્થાત્ બધું જ આપનારા પણ હોય છે. શિષ્યની પાસે તેમને આપવા માટે ભલા છે જ શું? છતાં પણ શિષ્ય શ્રદ્ધાભાવથી પોતાના તન-મન-ધન દ્વારા તેમની સેવા અને ભક્તિ કરવી જોઈએ અને પોતાનું સર્વસ્વ તેમને સમર્પિત કરવા માટે તૈયાર રહેવું જોઈએ. જો સાચા ગુરુ ન મળી શક્યા હોય, તો તેમને મળવાની તીવ્ર ચાહ કે લાલસા પોતાના હૃદયમાં સજાવી રાખવી જોઈએ. સાચી ચાહ રાખનારાને સાચો રાહ દેખાડનારા ક્યારેક ને કયારેક મળી જ જાય છે. સાચા ગુરુની તન-મન-ધનથી ભક્તિ કરવાનો ઉપદેશ આપતાં મૂળ શંકર દેસાઈ કહે છેઃ
ગુરુ એવા જ (નિસ્પૃહ અથવા લોભરહિત) હોય છે એવી શ્રદ્ધા રાખવી જોઈએ અને એવા ગુરુ મળવાથી તેમની તન-મન-ધનથી ભકિત કરવી જોઈએ. એવા ગુરુ ન મળે તો વેશધારીની ભક્તિ કરવી એ તો માત્ર ઝેર ખાઈને જીવવા બરાબર છે. વર્તમાનમાં હંસ જોવામાં આવતા નથી તો કાગડાને તો હંસ માનવા જોઈએ નહીં.