________________
202
જૈન ધર્મ સાર સંદેશ એ પ્રમાણે યથાર્થ ગુરુ ન મળે તો ભાવના એવી રાખવી જોઈએ કે આવા નિસ્પૃહી ગુરુ ક્યારે મળે; તે ભાવના પણ સાતિશય પુણ્યબંધની જનની(અત્યાધિક પુણ્ય કર્મ ઉત્પન્ન કરનારી) છે.65
એ બતાવતાં કે સંત સદ્ગુરુની સેવા દ્વારા જ પરમ આનંદમય ધામની પ્રાપ્તિ થાય છે, ચંપક સાગરજી મહારાજ કહે છેઃ
તન મનની પીડા ટળે, ભવનું થાય જ્ઞાન, સંત ચરણને સેવતાં, પામે સુખ નિધાન.66
આચાર્ય કુંથુસાગરજી મહારાજ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જેઓ ગુરુ ધારણ કરતા નથી અને તેમની સેવાથી દૂર રહે છે તેમની ન લોકમાં શોભા થાય છે અને ન તો પરલોકમાં જ. તેઓ નગરા કે ગુરુમાર કહેવામાં આવે છે અને તિરસ્કાર (અપમાન કે અનાદર)ને પાત્ર માનવામાં આવે છે. આચાર્યજી કહે છેઃ
જે લોકો ગુરુઓની સેવા કરતા નથી અથવા પોતાના ગુરુઓને માનતા નથી તેઓ ગુરુમાર કહેવાય છે અને એટલા માટે ન તો તેઓ સંસારમાં શોભા પામે છે અને ન તો તેમની વિદ્યા પૂર્ણરૂપથી વિકસિત થાય છે. વિકસિત ન થવાથી તે વિદ્યા પૂર્ણરૂપથી પોતાના કાર્યને પણ કરી શકતી નથી. એટલા માટે ગુરુઓની સેવા કરવી, ગુરુઓને માનવા, તેમનો સમાગમ કરવો વગેરે કાર્ય પ્રત્યેક જીવને આત્મકલ્યાણ કરવા માટે પરમાવશ્યક છે.67
આજ્ઞાકારિતા, વિનમ્રતા અને સહનશીલતા શિષ્યના વિશેષ શૃંગાર છે, અર્થાત્ એમનાથી શિષ્યની વિશેષરૂપે શોભા થાય છે. શિષ્ય માટે એ અત્યાધિક લાભકારી પણ છે. આ ગુણોને ધારણ કરનારો શિષ્ય શીધ્ર જ ગુમ્ની પ્રસન્નતા પ્રાપ્ત કરીને પોતાનું કલ્યાણ કરી લે છે. શિષ્યના આ ગુણો પર પ્રકાશ નાંખતાં જિન-વાણીમાં કહેવામાં આવ્યું છેઃ
જે ગુસ્ની આજ્ઞાનું પાલન કરનારો હોય, અંતેવાસી, અર્થાત્ ગુરુની નિકટ રહેનારો હોય તથા પોતાના ગુના ઇગિત ઈશારાઓ તથા આકાર મનોભાવનો જાણકાર હોય તેને વિનીત કહે છે.