________________
ગુરુ
203
આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા, ગુજ્જનોના હૃદયથી દૂર રહેનારા, શત્રુ સમાન વિરોધી તથા વિવેકહીન સાધકને અવિનીત (ઉદંડ, નિરંકુશ, ગુસ્તાખ) કહે છે.
મહાપુરુષોની શિક્ષાથી કુદ્ધ (ગુસ્સે) થવું જોઈએ નહીં. ચતુર થઈને સહનશીલતા રાખવી જોઈએ.
કોપ (ક્રોધ) કરવો ચંડાળ કર્મ છે, જે કરવો જોઈએ નહીં. વ્યર્થ બકવાદ કરો નહીં. સમયની અનુકૂળતા અનુસાર ઉપદેશ શ્રવણ કરીને પછી તેનું એકાંતમાં ચિંતન-મનન કરવું જોઈએ. ભૂલથી જો કદાચિત ચાંડાલ ભાવે ક્રોધ થઈ જાય તો તેને ક્યારેય છૂપાવો નહીં. જો દોષ થઈ જાય તેને ગુરુજનોની સમક્ષ સ્વીકાર કરી લો. જો પોતાનો દોષ ન હોય તો વિનયપૂર્વક તેને સ્પષ્ટ કરી દેવો જોઈએ.
આ મારું પરમ સૌભાગ્ય છે કે મહાપુરુષ મને મીઠો ઉપાલભ્ય (ઠપકો અથવા ફરિયાદ) અથવા કઠોર શબ્દોમાં ભર્જના (નિંદા) કરે છે. એનાથી મારું પરમ કલ્યાણ થશે, એવું માનીને તેનો વિવેકપૂર્વક પાલન કરે. ગુજનની શિક્ષા, દંડ કઠોર તથા કઠિન હોવા છતાં પણ દુષ્કતનો નાશક હોય છે. એટલા માટે ચતુર સાધક તેને પોતાના હિતકારી માને છે. પરંતુ અસાધુજન તેને દ્વેષ-જનક અને ક્રોધકારી સમજી બેસે છે.
સાધુ પુરુષ તો એમ સમજે છે કે ગુરુજી મને પોતાનો પુત્ર, લઘુભ્રાતા અથવા સ્વજન સમાન માનીને એવું કરી રહ્યા છે. એટલા માટે તે ગુરુજીની શિક્ષા (દંડ)ને પોતાનું કલ્યાણકારી માને છે. પરંતુ પાપ દ્રષ્ટિવાળો શિષ્ય તે દશામાં પોતાને દાસ માનીને દુઃખી થાય છે.
જો કદાચિત્ આચાર્ય (ગુરુ) કુદ્ધ થઈ જાય તો પોતાના પ્રેમથી તેમને પ્રસન્ન કરો. હાથ જોડીને તેમનો વિનય (વિનંતી) કરો તથા ક્ષમા માગીને તેમને વિશ્વાસ અપાવો કે ભવિષ્યમાં તેવો દોષ ફરી ક્યારેય કરીશ નહીં.
આચાર્ય (ગુરુ)ના મનના ભાવ જાણીને અથવા તેમનું વચન સાંભળીને સુશિષ્ય તેને વાણી દ્વારા સ્વીકાર કરીને કાર્ય દ્વારા તેને આચરણમાં લાવવું જોઈએ.