________________
318
જૈન ધર્મ સાર સંદેશ અતિ નિબિડ (સઘન) છે, તેથી ધ્યાનરૂપી સૂર્ય ઉદય થઈને જીવના તે અંધકારને તત્કાળ દૂર કરી દે છે.
સંસારરૂપી અગ્નિ દ્વારા ઉત્પન્ન થયેલા મોટા આતપ (પ્રચંડ ગર્મી)ની પ્રશાંતિ માટે ધીરવીર પુરુષો દ્વારા ધ્યાનરૂપી સમુદ્રમાં અવગાહન (સ્નાન) કરવાની જ પ્રશંસા કરવામાં આવે છે.
આ પ્રશસ્ત ધ્યાન જ મોક્ષનું એક પ્રધાન કારણ છે, અને એ જ પાપના સમૂહરૂપી મહાવનને દગ્ધ (બાળવા) કરવા માટે અગ્નિના સમાન છે. 107
આદિપુરાણમાં ધ્યાનથી પ્રાપ્ત થનારા ફળોનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
મોક્ષના સાધનોમાં ધ્યાન જ સૌથી ઉત્તમ સાધન માનવામાં આવ્યું છે. એ કર્મોનો ક્ષય કરવારૂપ કાર્યનું મુખ્ય સાધન છે. ઋષિઓમાં શ્રેષ્ઠ ગણધરાદિ દેવ અનંત સુખને જ ધ્યાનનું ફળ કહે છે. જે પ્રમાણે વાયુ સાથે ટક્રાયેલા મેઘ તરત જ વિલીન થઈ જાય છે, તે જ પ્રમાણે ધ્યાનરૂપી વાયુ સાથે ટાયેલા કર્મરૂપી મેઘ તરત જ વિલીન થઈ જાય છે-નષ્ટ થઈ જાય છે. એટલા માટે મોક્ષાભિલાષી જીવોએ નિરંતર ધ્યાનનો અભ્યાસ કરવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. ધ્યાન કરનારા યોગીનું ચિત્ત સંતુષ્ટ થવાથી જે પરમ આનંદ થાય છે તે જ સૌથી અધિક ઐશ્ચર્ય છે, પછી યોગથી થનારી અનેક રિદ્ધિઓનું તો કહેવું જ શું? ભાવાર્થ – ધ્યાનના પ્રભાવથી હૃદયમાં જે અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે તે જ ધ્યાનનું સૌથી ઉત્કૃષ્ટ ફળ છે અને અનેક રિદ્ધિઓની પ્રાપ્તિ થવી ગૌણ ફળ છે. 108
તે મનુષ્યો ખરેખર ધન્ય છે જે અત્ દેવ અથવા સાચા સંત સદ્ગુરુનું શરણ લઈને તેમની પાસેથી દીક્ષા ગ્રહણ કરે છે, તેમની પાસેથી ધ્યાનના સ્વરૂપ, તેની વિધિ અને તેના ભેદોને સારી રીતે સમજીને તેના અભ્યાસમાં દૃઢતાથી લાગી જાય છે અને આ પ્રમાણે પોતાના જીવનને સફળ બનાવી લે છે.