________________
0 100
આત્માથી પરમાત્મા
આત્મા પોતાના અસલી રૂપમાં પરમ શુદ્ધ હોય છે. એની શુદ્ધતામાં અભાવ આવવાના કારણે જ એ સંસારના બંધનમાં પડે છે અને શુદ્ધતાની પ્રાપ્તિ થતાં મુક્ત થઈ જાય છે. અર્થાત્ પરમાત્મારૂપ ગ્રહણ કરી લે છે. અશુદ્ધતા અને શુદ્ધતાની દ્રષ્ટિથી જૈન ધર્મમાં આત્માની ત્રણ મુખ્ય અવસ્થાઓ બતાવવામાં આવી છે, જેમના અનુસાર આત્માના નિમ્નલિખીત ત્રણ મુખ્ય ભેદ કરી શકાય છેઃ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ ભેદોને સારી રીતે સમજી લેવા આવશ્યક છે. એમને સમજવાની આવશ્યકતા બતાવતાં આચાર્ય કુંથુસાગરજી મહારાજ કહે છેઃ
જે પુરુષ મોહનીય કર્મની તીવ્રતાથી બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા આ આત્માના ત્રણેય ભેદોને જાણતો નથી તે પુરુષ ઉન્મત્ત (મતવાળા) પુરુષના સમાન અત્યંત નિંદનીય કાર્યોને કર્યા કરે છે અને સંસારમાં મૂર્ખ કહેવાય છે. પરંતુ જે પુરુષ આ ત્રણે પ્રકારના આત્માના સ્વરૂપને જાણે છે તે પુરુષ બહિરાત્મ-બુદ્ધિનો ત્યાગ કરી દે છે. અંતરાત્મામાં નિવાસ કરે છે અને પછી તે ઉત્તમ પુણ્યવાન પુરુષ અત્યંત શુદ્ધ એવા પરમાત્માને જોવાનો પ્રયત્ન કરે છે. ... તેથી પ્રત્યેક ભવ્ય (મોક્ષાર્થી) જીવનું ર્તવ્ય છે કે તે બહિરાત્મ બુદ્ધિનો ત્યાગ કરીને અંતરાત્મા બને તથા અંતરાત્મા બનીને પરમાત્મા બનવાનો પ્રયત્ન કરે; કારણ કે પરમાત્મા જ આત્માનું સર્વોત્કૃષ્ટ કલ્યાણ છે.
319