________________
320
જૈન ધર્મ સાર સંદેશ
બહિરાત્મા
જેનધર્મામૃતમાં બહિરાત્માનું સ્વરૂપ આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છે:
આત્મબુદ્ધિઃ શરીરાદો યસ્ય સ્યાદાત્મવિશ્વમાત્ | બહિરાત્મા સ વિષેયો મોહનિદ્રાસ્તચેતનઃ ||
જે જીવને શરીરાદિ પર-પદાર્થોમાં આત્મ-બુદ્ધિ છે, અર્થાત્ જે આત્માના ભ્રમથી શરીર, ઈન્દ્રિય વગેરેને જ આત્મા માને છે અને જેની ચેતના-શકિત મોહરૂપી નિંદ્રાથી અસ્ત થઈ ગઈ છે, તેને બહિરાત્મા જાણવો જોઈએ.
સ્પષ્ટ છે કે જે જીવ મોહવશ ભ્રમમાં પડીને શરીરાદિ બાહ્ય વસ્તુઓને આત્મા માને છે, તેમને પોતાના સમજે છે અને તેમના પ્રતિ રાગ-દ્વેષ વગેરે રાખીને તેમનામાં આસક્ત થાય છે, તેને જન્મ-મરણના ચક્રમાં આવવું પડે છે.
શરીર અને ઇન્દ્રિયોને આત્મા સમજવાની ભૂલને કારણે તે તેમના દ્વારા આ સંસારમાં અનેક પ્રકારનાં કર્મ કરવામાં ઊલઝાયેલો રહે છે અને વિચારે છે કે આ કર્મો દ્વારા તે પોતાનું કલ્યાણ કરી શકશે અને સુખી બની જશે. પરંતુ તેણે વારંવાર આ સંસારથી નિરાશ થઈને જ જવું પડે છે.
આ પ્રમાણે શરીરાદિને આત્મા સમજનાર જીવના શરીરાદિ દ્વારા કરેલા કાર્યો આત્માને અનુકૂળ ન થઈને એને પ્રતિકૂળ જ હોય છે, જેમ કે જેનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
અક્ષદ્ધારવિશ્રાન્ત સ્વતત્ત્વવિમુખેભ્રંશમ્ | વ્યાવૃતો બહિરાત્માયું વપુરાત્મતિ મન્યતે ||
ઈન્દ્રિયો દ્વારા બાહ્ય વેપારોમાં ઊલઝાયેલો આ બહિરાત્મા શરીરને જ આત્મા માને છે. એનો વેપાર સ્વતત્ત્વથી અર્થાત્ પોતાના આત્માથી સદા સર્વથા વિમુખ અથવા પ્રતિકૂળ જ રહે છે.'