________________
આત્માથી પરમાત્મા
આત્મા ચેતન અને અવિનાશી છે, પણ શરીર જડ અને નાશવાન્ છે. એટલા માટે આ બે બિલકુલ ભિન્ન પદાર્થોને એક માનવા સર્વથા ભ્રામક અને અકલ્યાણકારી સિદ્ધ થાય છે. આ સચ્ચાઈ તરફ ધ્યાન અપાવતાં આચાર્ય કુન્ધુસાગરજી મહારાજ કહે છેઃ
શરીર, આત્મા ક્યારે પણ એક થઈ શકે નહીં. શરીર જડ઼ છે અને આત્મા ચૈતન્યમય અને જ્ઞાનમય છે. એટલા માટે શરીર અને આત્માને એક જ માનનાર બુદ્ધિ સર્વથા મિથ્યા છે. જે જીવ આ ભેદોને જાણતો નથી તે બહિરાત્મ બુદ્ધિનો ત્યાગ કરી શકતો નથી અને એટલા માટે તે આત્માના કલ્યાણના કાર્યોને તો છોડી દે છે અને શરીર સુખ આપવા માટે અનેક પ્રકારનાં પાપ ઉત્પન્ન કરતો રહે છે, જેનાં લીધે તે સદા કાળ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. પરંતુ જે પુરુષ આ આત્માના યથાર્થ ભેદોને જાણે છે તે ત્યાગ કરવા યોગ્ય બહિરાત્મ બુદ્ધિનો ત્યાગ કરી દે છે અને અંતરાત્મા બનીને પરમાત્મા બનવાનો પ્રયત્ન કરે છે.
321
કાનજી સ્વામીએ પણ શરીર અને આત્માની ભિન્નતાને ખૂબ જ સ્પષ્ટતાની સાથે વ્યક્ત કરી છે. તેઓ કહે છેઃ
જે જડ છે તે ત્રણેય કાળ જડ જ રહે છે, અને જે ચેતન છે તે ત્રણેય કાળ ચેતન જ રહે છે. જડ અને ચેતન કયારે પણ એક થતા નથી; શરીર અને આત્મા સદેવ જુદા જ છે. આ રીતે આત્માને અનુભવમાં લેવાથી સમ્યગ્દર્શન થઈને અપૂર્વ શાંતિ થાય છે. આવા આત્માની ધર્મદ્રષ્ટિ વિના મિથ્યાત્વ મટતું નથી, દુઃખ ટળતું નથી અને શાંતિ થતી નથી.
આપણા શરીરની પાંચેય ઇન્દ્રિયો માત્ર સંસારના બાહ્ય વિષયો સાથે સંપર્ક બનાવવા માટે બનાવવામાં આવી છે. તેઓ અંદર જઈને આત્મા સાથે સંપર્ક બનાવી શકતી નથી. એમને પોતાની માનીને એમના દ્વારા જે બાહ્ય વિષયોને પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરવામાં આવે છે, તેઓ બધા ભ્રામક અને અકલ્યાણકારી સિદ્ધ થાય છે. જૈનધર્મામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ