________________
322
જૈન ધર્મ સાર સંદેશ ન તદસ્તીન્દ્રિયાળ્યેષુ યર્લૅમકરમાત્મનઃ | તથાપિ રમત બાલસ્તàવજ્ઞાનભાવનાત્ |
પાંચેય ઈન્દ્રિયોના વિષયોમાં એવો કોઈપણ પદાર્થ નથી જે આત્માનું ભલું કરનાર હોય, તો પણ આ અજ્ઞાની જીવ અનાદિકાળની અજ્ઞાન ભાવનાથી ઉત્પન્ન સંસ્કારના કારણે તે જ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહે છે.
બહિરાત્મ બુદ્ધિવાળા વ્યકિતના શરીરની સાથે એટલો ગાઢ પોતાપણાનો ભાવ થઈ જાય છે કે તે શરીરના ગુણોને જ પોતાના ગુણ માનવા લાગે છે. શરીરના કાળા-ગોરા, દુબળા-જાડા, સુરૂપ-કુરૂપ, રોગી-નીરોગી વગેરે થતાં તે આ ગુણોને પોતાના જ ગુણ માનવા લાગે છે અને એમના કારણે સુખી અથવા દુઃખી થાય છે. શરીરની ઈન્દ્રિયોની સાથે પણ તેનો આવો જ પોતાપણાનો ભાવ હોય છે અને તે પોતાને એમનાથી અભિન્ન (સમાન) માનીને એમની વિભિન્ન અવસ્થાઓના અનુસાર પોતાને આંધળો, કાણો, બહેરો, લૂલો, લંગડો વગેરે માને છે. શરીરની સાથે પોતાપણાનો ભાવ હોવાને કારણે જ તેને આ અમર અને અવિનાશી આત્માના જન્મ-મરણના ચક્રમાં પડ્યા હોવાનો અનુભવ થાય છે. મનુષ્ય, પશુ, પક્ષી વગેરે વિભિન્ન યોનિઓમાં શરીર ધારણ કરતાં તે તે જ રૂપોને પોતાનું સ્વરૂપ માને છે. આ પ્રમાણે આ બધામાં તેનો “હું છું' નો ભાવ, અર્થાત્ અહંભાવ દઢ થતો રહે છે.
જે પ્રમાણે તે પોતાના આત્માને દેહરૂપમાં ગ્રહણ કરે છે તે જ પ્રમાણે તે બીજા આત્માઓને પણ દેહરૂપ જ માને છે. આ પ્રમાણે તે પોતાના અને પારકાના ભ્રમમાં પડી જાય છે. શરીરમાં આત્મ-બુદ્ધિ હોવાને કારણે જ તે રાગ, દ્વેષ અને મોહનો શિકાર બને છે અને વિભિન્ન આત્માઓમાં તેને માતા, પિતા, ભાઈ, સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ વગેરેનો ભાવ ઉત્પન્ન થાય છે.
શરીરમાં આત્મ-ભાવ હોવાથી અહંભાવની સાથે જ મમત્વ-ભાવ, અર્થાત્ મારાપણાનો ભાવ પણ ઉત્પન્ન થઈ જાય છે, જેમ “આ મારી માતા છે', “આ મારો પુત્ર છે', “આ મારો મિત્ર છે'. વગેરે. મમત્વ-ભાવ માત્ર બીજા આત્માઓ સુધી જ સીમિત રહેતો નથી, બલકે એ અન્ય સાંસારિક વસ્તુઓ પર પણ છવાઈ જાય છે, જેમ કે “આ મારું ઘર છે”, “આ મારાં કપડાં છે', “આ મારી સંપત્તિ છે,' વગેરે.