________________
323
આત્માથી પરમાત્મા
આ પ્રમાણેના ભ્રમથી ઉત્પન્ન મોહના કારણે રાગ-દ્વેષ વગેરે વિકાર લગાતાર વધતા જાય છે અને સંસાર અથવા આવાગમનનું મૂળ એવી અવિદ્યાના સંસ્કાર દૃઢ થતા જાય છે. જન્મ-જન્માંતરથી દઢ થયેલા અવિદ્યાના સંસ્કારના કારણે આત્માને શરીર માનવાનો ભાવ એટલો સ્વાભાવિક લાગવા લાગે છે કે વારંવાર સાધુ-મહાત્માઓના ઉપદેશોને સાંભળ્યા પછી પણ આ ભ્રમથી છુટકારો પામવો અત્યંત કઠિન થઈ જાય છે. એટલા માટે આચાર્ય અમિતગતિ મોક્ષ-સુખની પ્રાપ્તિ માટે આત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપતાં ખૂબ જ સ્પષ્ટતાથી કહે છેઃ
મોહી જીવ મોહમાં ફસાઈને પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. એટલા માટે અનંત સુખને આપનારી મુક્તિને ક્યારે પણ પામી શકતો નથી. વાસ્તવમાં મુક્તિ પોતાના સાચા આત્માના સ્વભાવની પ્રાપ્તિ છે.?
મોહી જીવને પોતાના કુટુંબ પ્રતિ વિશેષ આસક્તિ હોય છે. એટલા માટે કુટુંબની અસલિયત બતાવતાં તેઓ ફરી કહે છેઃ
એક કુટુંબમાં જીવો ભિન્ન-ભિન્ન ગતિઓ (યોનિઓ)થી આવીને એકઠા થઈ જાય છે. તે જ જીવો આયુ પૂરી કરીને પોત-પોતાની બાંધેલી ગતિ અનુસાર ચાલ્યા જાય છે. ધર્મશાળાના યાત્રિઓના સમાન કુટુંબીજનોનો સમાગમ (મિલાપ) છે. મોહી જીવ તેમની સાથે ગાઢ મોહ કરીને પોતાના સ્વાત્મા (પોતાના આત્મા)ને ભૂલી જાય છે.*
જો આપણે કોઈપણ વ્યકિતના મૃત્યુ સમયે ધ્યાન આપીએ તો આ સ્પષ્ટ થઈ જાય છે કે જે વ્યકિતઓ અથવા વસ્તુઓ પ્રતિ તેની ગાઢ આસકિત હતી તે બધાને છોડીને તેણે એકલાએ જ સંસારમાંથી જવું પડે છે. અંત સમયમાં કોઈપણ સગા-સંબંધી, માતા-પિતા, ભાઈ-બંધુ, કુટુંબ-પરિવાર અથવા કંઈપણ ધન-સંપતિ અથવા હાટ હવેલી સાથે જતી નથી. એટલા માટે એ સૌના પ્રતિ પોતાની આસકિતને ત્યાગીને આત્મ-સ્વરૂપની ઓળખ કરવી જોઈએ.
પરંતુ આ બધું બાહ્ય રીતે જોયા અને સાંભધ્યા પછી પણ બાહ્ય વિષયોથી ધ્યાનને હટાવવું અને એને પોતાની અંદર લાવીને ચૈતન્યસ્વરૂપ આત્મામાં