________________
324
જૈન ધર્મ સાર સંદેશ લીન કરવું અત્યંત કઠિન છે. પરંતુ આજ સાચો યોગ છે જેના દ્વારા સાચા આત્મજ્ઞાન અને સાચી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ જ તથ્યને સમજાવતાં એકવાશીતિમાં પદ્મનંદિ મુનિ કહે છેઃ
બહિર્વિષયસમ્બન્ધઃ સર્વઃ સર્વસ્ય સર્વદા | અતસ્ત ભિન્નચૈતન્યબોધયોગી તુ દુર્લભી 19
અર્થાત્ બધા બાહ્ય વિષયોથી સંબંધ હોવો બધા જીવો માટે સદા જ સુલભ છે, પણ આ બાહ્ય વિષયોમાં ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માનું જ્ઞાન (અનુભવ) પ્રાપ્ત કરવું, જે વાસ્તવિક યોગ છે, દુર્લભ છે.
બહિરાત્મ-બુદ્ધિ જીવને એટલી બૂરી રીતે જકડી લે છે કે તેનો વિવેક નષ્ટ થઈ જાય છે અથવા અત્યંત મંદ પડી જાય છે. આવો મૂઢબુદ્ધિ જીવ પોતાના હિત અને અહિતને સમજી શકતો નથી અને સ્વયં અનંત આનંદસ્વરૂપ હોવા છતાં પણ પોતાના નિજ સ્વરૂપને ભૂલીને શુદ્ધ ઈન્દ્રિય-સુખ માટે સાંસારિક વિષયોની પાછળ અધીરાઈથી દોડતો રહે છે. જેનામામૃતમાં હીરાલાલ જેને આવા જીવની દશાનું ખૂબ જ માર્મિક ચિત્ર ઉપસ્થિત કર્યું છે. તેઓ કહે છેઃ
બહિરાત્માને પોતાના આત્માની ભલાઈ-બૂરાઈનું પરિજ્ઞાન (સૂક્ષ્મ જ્ઞાન) હોતું નથી, એટલા માટે તે આત્માના પરમ શત્રુસ્વરૂપ ઈન્દ્રિયવિષયોનું ખૂબ પ્રેમથી સેવન કરે છે. એવું બહિરાત્મા પ્રાણી સાંસારિક વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે નિરંતર આકુળ-વ્યાકુળ (તડપતું રહે છે અને અનેક નિરર્થક આશાઓને કરતું રહે છે. રાક્ષસી અને આસુરી વૃત્તિને ધારણ કરે છે, પ્રમાદી, આળસુ અને અતિનિદ્રાળુ હોય છે, ક્રોધ, માન, માયા, દંભ અને લોભ થી યુક્ત હોય છે. કામ-સેવનમાં આસક્ત તથા ભોગપભોગના સાધનો એક્ત કરવામાં સલંગ્ન રહે છે અને વિચાર્યા કરે છે કે આજે મેં આ પામી લીધું છે, કાલે મારે આ પ્રાપ્ત કરવાનું છે, મારી પાસે આટલું ધન છે, અને આગળ હું આટલું કમાઈશ. મારા અમુક શત્રુ છે, મેં અમુક શત્રુને મારી નાંખ્યા છે અને અમુકને હમણાં મારીશ. હું ઇશ્વર છું, સ્વામી છું, આ બધા મારા સેવક અને દાસ છે. મારા સમાન બીજું કોણ છે, હું કુલીન છું, અને