________________
આત્માથી પરમાત્મા
આ અકુલીન છે, આ પ્રકારના વિચારોથી આ બહિરાત્મા પ્રાણી સદા ઘેરાયેલું રહે છે.10
એનાથી સ્પષ્ટ છે કે સંસારથી મુકિત અને સાચા સુખની પ્રાપ્તિ માટે બહિરાત્મ-ભાવનો ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે.
હવે આપણે એ સમજવાનું છે કે જૈનધર્મના અનુસાર અંતરાત્મા કોને કહે છે અને અંતરાત્મા બનવાનો શું ઉપાય છે.
325
અંતરાત્મા
આપણે જોઈ ચૂક્યા છીએ કે આત્મા ચેતન સ્વરૂપ છે. એનાથી વિપરીત શરીર, ઇન્દ્રિય અને સંસારની બધી અન્ય બાહ્ય વસ્તુઓ જડ અથવા અચેતન છે. એટલા માટે બાહ્ય વસ્તુઓને આત્મા માનવાની ભૂલને મિથ્યા દૃષ્ટિ અથવા બહિરાત્મા કહેવામાં આવ્યો છે અને એને ત્યાગવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જે ચેતન સ્વરૂપ આત્માને આપણે જાણવા ઇચ્છીએ છીએ તે કયાંય બહાર નથી. તે આપણી અંદર જ છે અને પોતાની અંદર જ આપણે તેને જાણી શકીએ છીએ. પોતાની અંદર અનુભવ કરવામાં આવનારી આ ચેતન સત્તા અથવા આત્માને જ જૈનધર્મમાં અંતરાત્મા કહેવામાં આવે છે. જયાં સુધી આપણું ધ્યાન આત્માથી ભિન્ન બાહ્ય પદાર્થોમાં અટકી રહ્યું છે અને આપણે બાહ્ય વસ્તુઓમાં આસકત રહીએ છીએ ત્યાં સુધી આપણને અંતરાત્માનું જ્ઞાન અથવા અનુભવ થઈ શકતો નથી. અંતરાત્માનો અનુભવ પ્રાપ્ત કરવા માટે આપણે પોતાની ઇન્દ્રિયોને બહાર જતી રોકીને પોતાના ધ્યાનને અંદર એકાગ્ર કરવું આવશ્યક છે. ત્યારે જ આપણને પોતાના અંતરમાં પોતાના આત્માનો પ્રકાશ દેખાઈ શકે છે. અન્ય કોઈ પણ ઉપાયથી અંતરાત્માનું જ્ઞાન સંભવ નથી.
એ સમજાવતાં કે અંતરાત્મા કોને કહેવાય છે, પંડિત હીરાલાલ જૈન કહે છેઃ
જેની દષ્ટિ બાહ્ય પદાર્થોથી હટીને પોતાના આત્મા તરફ રહે છે, જેને સ્વ-પરનો (પોતાનો અને પોતાનાથી ભિન્ન બીજાઓનો) વિવેક