________________
326
જૈન ધર્મઃ સાર સંદેશ
થઈ જાય છે, જે લૌકિક કાર્યોમાં અનાસક્ત અને આત્મિક કાર્યોમાં સાવધાન રહે છે, તેને અંતરાત્મા અથવા સમ્યગ્દષ્ટિ કહે છે.
અંતરાત્માનું જ્ઞાન કોઈ બાહ્ય ઇન્દ્રિય દ્વારા થઈ શકતું નથી, કારણ કે ઇન્દ્રિયો કેવળ બાહય વિષયોનું જ જ્ઞાન આપી શકે છે. તેમની પહોંચ કયારેય અંતરમાં થઈ શકતી નથી. એટલા માટે અંતરાત્માનું જ્ઞાન કેવળ પોતાના અંતરમાં જ થઈ શકે છે. આ રીતે પ્રત્યેક જીવને ‘હું છું’નો અનુભવ થાય છે. આ પ્રમાણે પ્રત્યેક જીવને પોતાના આત્માના અસ્તિત્ત્વનો આભાસ થાય છે. પરંતુ તેને પોતાના યર્થાથ સ્વરૂપનો અનુભવ થતો નથી કે તે વાસ્તવમાં અવિનાશી, અનંત જ્ઞાનમય અને આનંદમય છે. એનો અનુભવ પ્રાપ્ત કરવા માટે પોતાના ધ્યાનને બાહ્ય વિષયોથી હટાવીને એકાગ્રતાની સાથે અંદરમાં લગાવવું આવશ્યક છે. એને જૈનધર્મામૃતમાં આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ
સંયમ્ય કરણગ્રામમેકાગ્રત્વેન ચેતસઃ | આત્માનમાત્મવાન્ ધ્યાયેદાત્મનૈવાત્મનિ સ્થિતમ્॥
ઇન્દ્રિય-સમુદાયનું નિયમન કરીને અને ચિત્તને એકાગ્ર કરીને આત્મા પોતાના જ દ્વારા પોતાનામાં અવસ્થિત (વિદ્યમાન) થઈને પોતાના સ્વરૂપનું ધ્યાન કરે.
ભાવાર્થ- આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે બાહ્ય કોઈપણ વસ્તુને ગ્રહણ કરવાની આવશ્યકતા નથી, પરંતુ તેમના ત્યાગની જ આવશ્યકતા છે. જયારે આ આત્મા ચારેય તરફથી પોતાની પ્રવૃત્તિ હટાવીને, ઇન્દ્રિયોના વિષય અને મનની ચંચળતાને પણ રોકીને પોતાની જાતમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જ તેને આત્મ- સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.12
આત્માનું સ્વરૂપ અનંત જ્ઞાનમય અને પરમ પ્રકાશમય છે. એટલા માટે જ્યારે સાધક બાહ્ય વિષયોની તરફ દોડનારી પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને એકાગ્રભાવથી પોતાના ધ્યાનને પોતાની અંદર લઈ જાય છે, ત્યારે તેને