________________
ગુરુ
191 સર્વ શાસ્ત્રોનું પ્રયોજન એ જ છે કે ચૈતન્યસ્વરૂપ આનંદમય આત્માને ઓળખીને તેમાં લીન થા. શાસ્ત્રનું એક જ વાક્ય પુરુષોની પાસેથી સાંભળીને જો એટલું સમજી લે ત્યારે જ તેનું પ્રયોજન સિદ્ધ છે; અને લાખો-કરોડો શાસ્ત્રો સાંભળીને પણ આ જ સમજવાનું છે. જો આ ન સમજે તો તે જીવે શાસ્ત્રોના એક શબ્દને પણ યથાર્થરૂપે જાણ્યો નથી. અને જે જીવને શાસ્ત્ર વાંચતાં પણ આવડતું ન હોય, નવ તત્ત્વોનાં નામ જાણતો ન હોય, તો પણ જો સત્પષની પાસેથી શ્રવણ કરીને ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ કરી લીધો છે તો તેના બધા પ્રયોજનની સિદ્ધિ છે.49
ગુરુએ આપેલો ઉપદેશ અત્યંત પ્રભાવકારી હોય છે. જ્યારે સાધક તે ઉપદેશ અનુસાર અભ્યાસ કરે છે તો તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. પોતાના આનંદમય સ્વરૂપનો અનુભવ થઈ જતાં તે પોતાને સંસારના અન્ય બધા જ પદાર્થોથી ભિન્ન સમજવા લાગે છે અને સાંસારિક વિષય-સુખથી ઉદાસીન થઈને મોક્ષ-સુખમાં લીન થઈ જાય છે. આ અનુપમ સુખ તપસ્યા વગેરેના રૂક્ષ સાધનોથી ક્યારે પણ પ્રાપ્ત થઈ શકતું નથી. જેનધર્મામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે પુરુષ ગુરુના ઉપદેશથી, અભ્યાસથી અને સંવિતિ અર્થાત્ સ્વાનુભવથી (આત્માનુભવથી) સ્વ અને પરના અંતર (ભેદ)ને જાણે છે તે જ પુરુષ નિરંતર મોક્ષસુખનો અનુભવ કરે છે.
ઉક્ત પ્રકારે જે અવિનાશી આત્માને શરીરથી ભિન્ન જાણતો નથી તે ઘોર તપશ્ચરણ (સંયમ) કરીને પણ મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી.50
સંસારમાં અનાસક્ત રહેનારા વીતરાગી ગુરુ બધા સદ્ગુણોથી પરિપૂર્ણ હોય છે. વાસ્તવમાં તેઓ હરતા-ફરતા પરમાત્મા જ હોય છે. તેઓ સર્વસમર્થ અને પરમ ઉદાર દાતા હોય છે. તેમની ભક્તિ દ્વારા બધું જ મેળવી શકાય છે. એટલા માટે જૈન ધર્મમાં પરમાત્મારૂપ ગુરુની ભકિતનો અપાર મહિમા બતાવવામાં આવ્યો છે અને તેમના ગુણ-ગાન કરવામાં આવ્યા છે. ગુરુરૂપી પરમાત્માની ભક્તિનો ઉપદેશ આપતા રત્નાકર શતકમાં કહેવામાં આવ્યું છેઃ