________________
192
જૈન ધર્મ સાર સંદેશ વીતરાગી પ્રભુ (રાગરહિત ગુરુદેવ)ના ગુણોના ચિંતનથી જ્યારે અનાદિ કાલીન કર્મબદ્ધ આત્માને શુદ્ધ કરી શકાય છે તો પછી કયું લૌકિક કાર્ય અસાધ્ય રહી જશે? પ્રભુભક્તિથી મોટામાં મોટું કાર્ય સંપન્ન કરી શકાય છે. અતઃ પ્રત્યેક સમયે હરતા-ફરતા, ઊઠતા-બેસતાં ભગવાનની ભક્તિ કરવી જોઈએ.'
ગુરુ-ભક્તિનો મહિમા અને તેનાથી પ્રાપ્ત થનારા લાભોનો ઉલ્લેખ કરતાં રત્નાકર શતકમાં ફરી કહેવામાં આવ્યું છેઃ
જો વ્યક્તિ મન લગાવીને પ્રભુના ચરણોમાં ભક્તિ કરે છે, તેને ત્રણેય લોકની બધી સુખ-સામગ્રીઓ મળી જાય છે, તેનો યશ સમસ્ત લોકમાં વ્યાપ્ત થઈ જાય છે તથા બધા લોકો તેને સ્નેહ અને તેનો આદર કરવા લાગે છે. મોક્ષલક્ષ્મી (મોક્ષરૂપી લક્ષ્મી) તેની તરફ પ્રતિ ક્ષણ જોતી રહે છે, સ્વર્ગની સંપત્તિઓ તેને આપોઆપ મળી જાય છે તથા સમસ્ત ગુણ તેને પ્રાપ્ત થઈ જાય છે. અભિપ્રાય એ છે કે ભગવાનની ભક્તિમાં અપૂર્વ ગુણ વર્તમાન છે, જેનાથી તેમની ભક્તિ કરવાથી બધી સુખ-સામગ્રીઓ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. ... પ્રભુભક્તિનો આધાર લઈને તપશ્ચરણ વગેરે વિના પણ વ્યકિત પોતાનો ઉદ્ધાર કરી શકે છે. 2
સદ્ગુરુ જ કૃપા કરીને જીવને સત્સંગમાં લાવે, જ્ઞાનનો ઉપદેશ આપે, પોતાના પ્રતિ પ્રેમ વધારે, પોતાનું ધ્યાન કરાવે, અલખને દેખાડે, અંતરમાં આનંદ-રસ ચખાડે અને અંતમાં સંસારથી મુક્ત કરે છે. અનુભવ પ્રકાશમાં તેમનો મહિમા અને તેમના ઉપકારનો સંકેત આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
શ્રીગુરુના જ પ્રતાપથી સંતોનો સંગ (સત્સંગ) મળે છે જેનાથી સંસારના તાપ (દુઃખ) મટી જાય છે, પોતાની અંદર જ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે અને જ્ઞાનની પ્રત્યક્ષ પિછાણ થઈ જાય છે. શ્રી ગુરુ પોતાનું ધ્યાન કરાવે છે, પોતાના પ્રતિ પ્રેમ વધારે છે અને જીવને અંતર્મુખી ધ્યાનમાં લીન કરાવે છે. ત્યારે જીવ સહજ જ આત્મરસની પ્રાપ્તિ કરે છે, કર્મ-બંધનને નષ્ટ કરે