________________
ગુરુ
છે, પોતાને પોતાના સ્વરૂપમાં લગાવે છે અને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન કરે છે. ત્યારે આનંદ ઉત્પન્ન થાય છે જેનું રસાસ્વાદન (સ્વાદ) કરીને મન શાંત થઈ જાય છે. એને ‘નિજ અનુભવ' કહેવામાં આવે છે. આ અનુભવને પોતાનાથી દૂર કોણ કહી શકે છે? આ (નિજ અનુભવ) આવાગમનના ચક્રને મીટાવે છે, અલખને દેખાડે છે, આત્માના ચૈતન્ય અને આનંદસ્વરૂપને પ્રગટ કરે છે અને અવિનાશી રસ પ્રાપ્ત કરાવે છે, જેનો મોક્ષાર્થી ગુણ-ગાન કરે છે જેનો અપાર મહિમા છે અને જેને જાણી લેવાથી સંસારનો ભાર દૂર થઈ જાય છે. શ્રીગુરુની કૃપાથી આત્માના આ વિકારરહિત અત્યંત શુદ્ધ સ્વરૂપને જાણી લેવું જોઈએ.૩
આ પ્રમાણે એ સ્પષ્ટ છે કે કોઈ સંત સદ્ગુરુની સંગતિ મળી જવાથી જ જીવ પોતાના સ્વરૂપની ઓળખ પ્રાપ્ત કરી શકે છે અને સંસારના દુઃખોથી છુટકારો પામી મોક્ષ-સુખ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે.સંતોએ મોક્ષ-માર્ગને સરળ બનાવી દીધો છે. કોઈ શારીરિક યોગ-મુદ્રા સાધ્યા કે કષ્ટ ઉઠાવ્યા વિના આત્મલીનતા પ્રાપ્ત કરીને જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. એને સ્પષ્ટ કરતાં અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છેઃ
આ પ્રમાણે સત્સંગ અથવા સંતોની સંગતિના ફળસ્વરૂપે જીવ પોતાના અંતરમાં ધ્યાન લગાવીને પોતાના આત્મસ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરે છે જેનાથી તેનો અત્યંત કઠિન મોહ દૂર થઈ જાય છે અને તે પરમાનંદની પ્રાપ્તિ કરે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિના માર્ગને સંતોએ સરળ કરી દીધો છે.
193
ચોરાસી લાખ યોનિઓમાં ભટકતા રહેનારા જીવે ક્યારેય પણ ક્યાંય સ્થિરતાની સાથે નિવાસ કર્યો નથી. જ્યાં સુધી એ પોતાના પરમ જ્યોતિર્મયસ્વરૂપને ઓળખીને પોતાના કલ્યાણમય મોક્ષધામને પ્રાપ્ત કરી લેતો નથી ત્યાં સુધી આ કાર્ય પૂરું થઈ જ શકતું નથી. જપી, તપી, બ્રહ્મચારી, યતી (સંન્યાસી) વગેરે બનીને અનેક પ્રકારના વેશ ધારણ કરવાથી પણ ભલા શું થઈ શકે છે? અનાદિ ભ્રમ અને દુઃખ તો આત્મરસરૂપી અમૃતના પીવાથી જ મટે છે.4